________________
૫૦૦
અવકન.
(૫૮૯) સં. ૧૪૩૩ ના અષાડ શુદિ ૧૦ ને બુધવારે, હુંબડજ્ઞાતિ તથા સંડેરજ ગોત્રવાળા ઠાકર મખાની ભાર્યા રાભૂના પુત્ર મુંજાએ, પિતાના કાકા ૧ ખીમા, ૨ મંડલિક, ૩ જયતા તથા સમસ્ત પૂર્વજોના
સ્મરણાર્થે શ્રી પાર્શ્વનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની શ્રી પાસડસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૯૦) સં. ૧૪૩૩ ના અષાડ શુદિ ૧૦ ને બુધવારે, હુંબડ જ્ઞાતિના પિતા છાડા, માતા ગઉદે અને લાખણના શ્રેયમાટે શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા કરાવી અને તેની શ્રીરાણંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૯૧ ) સં. ૧૪૩૪ ના માગસર વદિ ૩ ને સોમવારે, શ્રીમાલજ્ઞાતીય, શેઠ જયતલની ભાર્યા રતનાદેના પુત્ર; (પિતાની ભાર્યા ૧ પાહણદે, ૨ શ્રાવિકા માઊથી યુકત એવા) શેઠ પાહે, શ્રીસંભવનાથ પ્રભુની મૂર્તિ કરાવી અને તેની આચાર્યવયે પ્રતિષ્ઠા કરી છે.
(૧૨) સં. ૧૪૩૪ ના વૈશાખ વદિ ૨ ને બુધવારે, ઓસવાલજ્ઞાતીય, મંત્રી છાહડના પુત્ર દેલ્હાની ભાર્યા દેહુણદેના પુત્રે ૧ કાળા તથા ૨ કેલ્લાએ, પિતાનાં માતા-પિતા અને કાકા હરપાલના શ્રેયમાટે, શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવી અને તેની બ્રહ્માણગચ્છીય શ્રી હેમતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org