________________
અનુપૂર્તાિના લેખ.
૫૮૭ મૂર્તિવાળી પંચતીથી, શ્રીપૂર્ણિમાપક્ષના શ્રીધર્મચંદ્રસૂરિજીના ઉપદેશથી કરાવી, તેની બ્રહ્માણગચ્છના કેઈક મુનિરાજે પ્રતિષ્ઠા કરી છે.
(૫૭૭ ) સં. ૧૪૨૧ ના માઘ વદિ ૧૧ ને સોમવારે, શેઠ લાખણના પુત્ર દઉમડે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે, સાધુ (પૂર્ણિમાપક્ષીય) શ્રીજિનસિંહસૂરિજીના ઉપદેશથી શ્રીમહાવીરસ્વામીનું બિંબ ભરાવ્યું. આ લેખને છેડે ૭૪ ને અંક લખેલો છે.
(૫૭૮) સં. ૧૪૨૧ ના માઘ શુદિ ૧૧ ને સેમવારે, ઓસવાલજ્ઞાતીય શેઠ કાળાની ભાર્યા ખીમલદેવીના કલ્યાણ માટે તેના પુત્ર માંડણે, શ્રીનેમિચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ કરાવી, તેની પ્રતિષ્ઠા સુવિહિત આચાર્યો કરી છે.
(૫૭૯) સં. ૧૪૨૧ ના વૈશાખ વદિ પ ને શનિવારે, શેઠ સેનાની ભાયં સેમલદેના પુત્ર ગેહાએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે સાધુપૂર્ણિમાપક્ષના શ્રીધર્મચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રીમહાવીરસ્વામીનું બિંબ ભરાવ્યું.
(૫૮૦) સં. ૧૪૨૨ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, શ્રીમાલજ્ઞાતીય શેઠ સાલિએ, પિતાના પિતા જયતા, માતા જયતલદે, કાકા સામત અને ભત્રિજા આંબડના શ્રેયમાટે શ્રી આદિનાથદેવની પ્રતિમા ભરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org