________________
અનુપૂર્તિના લેખે
૫૭૫
પુત્ર, (પિતાના પુત્ર સેનપાલથી યુક્ત એવા) ભણશાલી વયરા નામના સુશ્રાવકે, પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામીની આ પ્રતિમા કરાવી અને તેની શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય શ્રીજિનકુશલસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૨૮) સં. ૧૩૧૯ ના ચૈત્ર વદિ ૫ ને ગુરુવારે, ઓસવાલજ્ઞાતિના શેઠ લુણાની ૧ રૂપલ અને ૨ લાખણ નામની સ્ત્રીઓએ..................... (પિતાના પુત્ર?) શેઠ ભાણના શ્રેય માટે શ્રી શાંતિનાથ દેવની મૂર્તિ ભરાવી અને તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પર૯) સં. ૧૩૨૧ ના ચૈત્ર શુદિ ૩ ને શુકવારે, ચૈત્રવાલગચ્છના શાહ વીરચંદ્રની ભાર્યા વિજયમતિના કલ્યાણ માટે તેમના પુત્ર હરિપાલે શ્રી આદિનાથદેવની આ મૂર્તિ કરાવી, તેની શ્રીશાલિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૩૦) સં. ૧૩૨૧ ના વૈશાખ શુદિ ૭ ને શુકવારે, શેઠ અભયચંદ્રના પુત્ર રાજડે પિતાના કાકા પાર્ધચંદ્ર અને ભાઈ મટનના સ્મરણ માટે પૂર્ણિમાપક્ષની ચતુર્દશી શાખાવાળા શ્રીદેવેન્દ્રસૂરિજીના ઉપદેશથી શ્રી શાંતિનાથદેવની આ પ્રતિમા કરાવી અને તેની કેઈ સુવિહિત આચાર્યે પ્રતિષ્ઠા કરી છે.
(૫૩૧) સં. ૧૩૨૫ ના ફાગણ શુદિ ૮ ને બુધવારે, શેઠ..ની ભારૂપિણીના પુત્ર કણે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org