________________
૫૭૨
અવલોકન
( ૫૧૪) આ લેખમાં સૈકાના (પ્રથમના) બે આંકડા લખ્યા જ નથી. પરંતુ મૂર્તિની આકૃતિ પરથી તે બારમી શતાબ્દીની હવાની સંભાવના થવાથી આ લેખને બારમા સૈકાના લેખની સાથે મૂકયો છે.
- સં. ૧૧૮૭ (૧) ના ફાગણ શુદિ ૯ ને દિવસે, શ્રીભાવસૂરિના ગચ્છમાં જશચંદ્ર અને વરિચ્છાએ ( આ મૂર્તિ) કરાવી.
(૫૧૫) સં. ૧૨૦૩ માં, મંત્રી રાજસિંહની ભાર્યા રાજલદેના પુત્રની ભાર્યા સૂવવના પુત્રે ૧ કુરપાલ, ૨ ધીરણ....... માતા-પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ (ભરાવ્યું અને તેની) મડાહગચ્છીય શ્રીયદેવસૂરિના પટ્ટધર શ્રી શાંતિસૂરિ જીએ (પ્રતિષ્ઠા કરી છે.)
(૫૧૬) સં. ૧૨૨૧ ના બીજા જેઠ શુદિ ૧૪ ને શનિવારે, શા. ધારણની ભાર્યા સાલ્લીના પુત્ર સઠીના શ્રેય માટે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવી અને તેની વિજયસિંહે પ્રતિષ્ઠા કરી છે,
( ૧૭ ) સં. ૧૨૮૧ ના વૈશાખ શુદિ ૩ ને શનિવારે, દેવચંદ્રના પુત્ર પૂમસિંહના શ્રેય માટે શ્રાવિકા વયજુકાએ શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા
સં. ૧૨૮૭ ને પિષ વદિ ૫ ને સોમવારે, શ્રાવક વિસલે આત્મકલ્યાણ માટે શ્રીપાર્થ પ્રભુની પ્રતિમા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org