________________
૫૬૮
:
અવેલેકન.
ખંડિત ત્રણ જિનમૂર્તિઓની બેઠકપર દેલા છે. તેમાંની પ્રથમની બે મૂત્તિઓ પિત્તલહર મંદિરની પુન:પ્રતિષ્ઠા વખતે અને ત્રીજી મૂર્તિ ખરતરવસહીની પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠિત થઈ હતી. તેથી કદાચ એ જ મંદિરમાં પ્રથમ સ્થાપન થઈ હશે, કાળાન્તરે ખંડિત થવાથી લૂણસહિના ભૂમિગૃહમાં ભંડારી હશે.
(૫૦૧) શ્રીલુણવસહીના એક ભેંયરામાં સ્થિત પરિકરની ગાદી પર આ લેખ દે છે. આ ગાદી ખંડિત હોવાથી લેખ અપૂર્ણ છે. મળેલા ભાગથી જણાય છે કે–મહામાત્ય તેજપાલની ભાર્યા અનુપમદેવીના પુત્ર લાવણ્યસિંહે આ (સપરિકર મૂર્તિ) કરાવેલ અને તેની પ્રતિષ્ઠા શ્રીવિજયસેનસૂરિજીએ કરેલી. આ મંદિરના (મહામાત્ય તેજપાલે ભરાવેલ ખાસ ) મૂળનાયકજીની મૂર્તિના પરિકરની આ ગાદી હેવાની સંભાવના થઈ શકે છે.
(૫૦૨) સં. ૧૫૧૦ ના માઘ શુદિ પ ને શુકવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શાહ ભૂપાલની ભાર્યા ભરમાદેના પુત્ર જગાની ભાર્યા જાસૂના પુત્ર ૧ ગેલા, ૨ પિથા, ૩ તેજપાલ. તેમાંના (પિતાની ભાર્યા રામતિ તથા પુત્ર ધનાથી યુક્ત ) શાહ તેજપાલે અંચલગચ્છનાયક શ્રી જયકેસરીસૂરિના ઉપદેશથી પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ દેવ આદિ ચતુર્વિશતિપટ્ટ કરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
આરણાની ધર્મશાલાના ઘરદેરાસરની ધાતુની વીશી પરનો આ લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org