________________
૫૨૪
અવલોકન.
(૪૯૩-૯૪-૪૫)
શોઅચલગઢના જૈન શ્વેતાંબર કાર્યાલય (શેઠ અચલશી અને મરશી)ની પેઢીના મકાનમાંની શ્રી આદીશ્વર ભગવાનની છત્રીની પાસે હથીયારે અને છત્રયુકત સવારોવાળા પિત્તલના ત્રણ પૈડા છે. તે ત્રણે ઘોડાઓના આસન પર આ ત્રણ લેખો ખોદેલા છે. આ ત્રણે ઘેડા સં. ૧૫૬૬ માં બનેલા છે. તેમાંના પહેલા લેખમાં મિતિ આપી છે, બીજા બેમાં મિતિ આપી નથી. છતાં આકૃતિ વગેરે ઉપરથી એ ત્રણે ઘેડા ડુંગરપુરમાં એક સાથે બન્યા હોય તેમ જણાય છેછેલ્લા બે તે અવશ્ય સાથે જ અને એક જ કારીગરના હાથે બન્યા છે. આ ત્રણે લેખોને સારાંશ આ પ્રમાણે છે –
લે. ૪૯૩-સં. ૧૫૬૬ ના માગશર શુદિ ૧૫ ને દિવસે, શ્રીમેદપાટ-મેવાડ દેશના કુંભલમેરૂ (કુંભલગઢ) નામના મોટા કિલ્લામાં, મહારાણું શ્રીકુંભકરણના વિજયવંતા રાજ્યમાં, કલકી કલકી અવતારના પુત્ર “ધર્મરાજ' ઉપનામવાળા દત્ત રાજાને આ ઘેડા, કુંભલગઢના ચૌમુખજી (શ્રીષભદેવ ભ.) ને પૂજનાર શા. પનાની ભાર્યા છતૂના પુત્ર શાર્દૂલે કરાવ્યો (૪૯૩)
લે. ૪૯૪-કલ્પ–વિ. સં. ૧૫૬૬ માં અઢી અઢી મણના વજનના આ બન્ને ઘેડા ડુંગરપુરના કંસારા જગમાલે તૈયાર કર્યા છે. તેમાંને પહેલો ઘેડે કરાવવામાં એકસો પા (૧૦૦) તથા બીજે ઘેડ કરાવવામાં એક મહમુદી (તે વખતે ચાલતે ચાંદીનો સિક્કો-રૂપિ) લાગ્યા છે–ખર્ચાયા છે. તેમને પહેલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org