SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગઢના લેખ. ૫૨૫ ઘેડે રાજા હંસરાજ (સિરોહીન કેઈ ક્ષત્રિય અથવા કદાચ પાડીવ ગામને રાજા) ને અને બીજે ઘોડો દગરાજ (સિહીના રાજાને ભાયાત અથવા કેઈ ક્ષત્રિય-રાજપુત્ર) નો છે. સિરોહીના કેઈ ક્ષત્રિય રાજા-રાજપુત્ર (અચલગઢમાં) ખાસ આ ઘોડાઓ માટે જ એક નાનું દેરાસર-દેરી કરાવીને તેમાં આ બન્ને ઘેડા મૂક્યા હતા, ઉપરાંત, લેખમાં તેની સંભાળ રાખનાર અને પૂજારીનાં નામે લખ્યાં છે. (૪૯-૪૯૫). ( ૪૯૬) યુરેપીયન–અમેરિકન આદિ લેકે ચામડાના બુટ પહેરીને તથા ચામડાની ચીજ સાથે રાખીને (આબુ ઉપરના દેલવાડા અને અચલગઢના) જૈન મંદિરમાં, નિઃશકપણે ફરતા હતા, તેથી મોટી અશાતના અને ભકત લોક-જૈન સંઘના લોકેનાં મનમાં અત્યંત દુઃખ થતું હતું. તે જોઈને, તપાગચ્છોય શ્રીહીરવિજયસૂરોશ્વરજી મહારાજના સંતાનીય અને (મુખ્ય) ચાર શાખાઓથી જેમના વંશનીપરિવારની શોભાની વૃદ્ધિ થઈ છે એવા શ્રીમાન બુદ્ધિવિજયજી (બુટેરાયજી)મહારાજના શિષ્યરત્ન શાંતમૂર્તિ શ્રીમાન વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મહારાજના શિષ્યરત્ન (હિંદુસ્થાન બહારના યુરોપ અમેરિકા આદિ દેશોમાં જૈનધર્મને પ્રચાર કરનાર, નગયુગ પ્રવર્તક), જગપૂજય, શાસ્ત્રવિશારદ, જૈનચાર્ય, શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે અનેક પ્રયત્ન કરીને હિંદુસ્થાનની ગવર્નમેન્ટ સરકાર * પાડીવ ગામ શિહીથી વાયવ્ય ખુણામાં છ માઈલ દૂર આવેલું છે. પાડીવના જાગીરદાર -ઠાકર, સિરોહીના પ્રથમ શ્રેણિના સામંતોમાં મુખ્ય-ટીલાત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy