________________
૫૨૨
અવકન.
માન કરવા માટે, પલ્લીવાલજ્ઞાતીય ભંડારી ધનદેવની ભાર્યા ધનદેવી, એ બન્નેના પુત્ર ભંડારી વાગડની ભાર્યા . મૂ. ન. શ્રી શાંતિનાથ ભ. હતા. પછી કાલાન્તરે મૂ. ના. તરીકે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપના કરી હશે. તેથી તે હાલમાં મહાવીરસ્વામીના મંદિર તરીકે ઓળખાય છે. પરંતુ હાલ તે મંદિરમાં મૂ ના. તરીકે શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. ) એટલે મહારાજા કુમારપાળે આબુ ઉપર મંદિર બંધાવ્યું છે, તે એરીયા ગામમાં છે, તે નહીં, પણ અચલગઢની તલેટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, એ જ હોવું જોઈએ.
શ્રીજિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮૦ ની આસપાસમાં રચેલા “અન્દાદ્રિક૯૫ માં તથા શ્રીસેમસુંદરસૂરિજીએ સં. ૧૫૦૦ ની લગભગમાં રચેલા
શ્રી અબુંદગિરિ કલ્પ માં ( મહારાજા કુમારપાલે બંધાવેલા ) અચલગઢના આ મંદિરમાં મૂ. ન. શ્રીમહાવીરસ્વામી હોવાનું લખ્યું છે, તેમજ શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ સં. ૧૭૫૫ માં રચેલ “ તીર્થમાલા માં અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિરમાં મૂ. ન. શ્રીમહાવીરસ્વામી હોવાનું તથા એ મંદિર જિનબિંબથી ભરેલું હોવાનું લખ્યું છે; જ્યારે સં. ૧૮૭૯ માં બનેલ એક અપકટ તીર્થમાલમાં, અચલગઢના આ મંદિરમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાન અને તેમની બાજુમાં શ્રી મહાવીર ભગવાનની ધાતુની એક મતિ વિરાજમાન હવાનું લખ્યું છે. એટલે વિ. સં. ૧૭૫૫ અને ૧૮૭૯ ની વચ્ચેના વખતમાં આ મંદિરમાં મૂ. ના. તરીકે શ્રી શાંતિનાથ ભગવાને વિરાજમાન કર્યા હશે એમ જણાય છે.
શ્રી શીતવિજયજીએ વિ. સં. ૧૭૪૬ માં રચેલી તીર્થમાલાની * કડી
* આ તીર્થમાલા, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાલા (ભાવનગર) થી પ્રગટ થયેલ “ શ્રી પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ” ભાગ પહેલાના પૃષ્ઠ ૧૦૧ માં પ્રગટ થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org