________________
અચલગઢના લેખો. . પર૧ - શ્રી શાન્તિનાથદેવના મંદિરને લેખ.
(૪૯૨) સં. ૧૩૦૨ના જેઠ સુદિ ૯ને શુકવારે, શ્રીઅબુદાચલ તીર્થમાં, શ્રી બ્રહ્માણગચ્છીય શ્રીઅરિષ્ટનેમિનાથદેવના મંદિરમાં વિરાજ
+ મૂ ના. શ્રી શાંતિનાથ ભગવાનનું આ વિશાળ, મનોહર અને ગગનચુંબી મંદિર અચલગઢની તલેટીમાં, અચલેશ્વરના મંદિરની પહેલાં, અચલગઢ જતાં સડકથી જમણા હાથ તરફ ( પશ્ચિમ દિશામાં ) જરા દર એક નાની જેવી ઊંચી ટેકરી પર પૂર્વ સન્મુખ આવેલું છે. આની વિશાળતા, શિલ્પના થરે વગેરે જોતાં આબુ ઉપર મહારાજા કુમારપાલે જે એક જિનાલય બંધાવ્યું છે, તે આ જ હોવું જોઈએ. આના સિવાય કરાવનારના લેખો વિનાનું એવું બીજું એક પણ વિશાળ જિનમંદિર આબુ ઉપર નથી કે જે મહારાજા કુમારપાલે બંધાવ્યું હોય, એવું અનુમાન કરી શકાય.
જેનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ના ટિપ્પણ ૨૯૯ માં “મહારાજા કુમારપાલે આબુ ઉપર બંધાવેલું જિનાલય હાલ એરીયા ગામમાં છે. તે હોઈ શકે.” એમ લખ્યું છે, પણ એ ઠીક નથી. ઉપર્યુક્ત મંદિર કે જેમાં હાલ મૂ. ના, શ્રી શાંતિનાથ ભગવાન છે, એ જ મંદિર મહારાજા કમારપાલનું બંધાવેલું યુક્તિયુકત-ઠીક લાગે છે. લે. ૪૬ ૩ ના અવલોકનમાં જણાવવા પ્રમાણે શ્રીમાન સેમસુંદરસૂરિજીએ વિ. સં. ૧૫૦૦ ની આસપાસમાં રચેલા “શ્રીઅબુદગિરિક૯૫’માં લખ્યું છે કે “ ઓરાસા (એરીયા) ગામમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાન નું મંદિર હાલમાં શ્રીસંઘે બંધાવ્યું છે.” આ ઉપરથી જણાય છે કે એરીયાનું જિનમંદિર કે જે હાલ વિદ્યમાન છે, સં. ૧૫૦૦ ની આસપાસમાં બન્યું છે. (તે વખતે તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org