________________
૫૧૧
અચલગઢના લેખ.
(૪૭૨) સં. ૧૫૨૯ના વૈશાખ વદિ ૪ને શુકવારે, શ્રીડુંગરપુર નગરમાં રાજા શ્રીમદાસના વિજયવંતા રાજ્યમાં, તેના પ્રધાનેમાં મહાપ્રતાપી મુખ્ય પ્રધાન શાહ સાહા વગેરે શ્રીસંઘના પ્રયાસથી આ ધાતુમય મનહર ) શ્રી આદિનાથ ભ. ની મૂર્તિ બની અને તેની તપાગચ્છનાયક શ્રી સેમસુંદરસૂરિજીના પટ્ટધરે ૧ શ્રી મુનિસુંદરસૂરિ, ૨ શ્રી જયચંદ્રસૂરિ, તેમના પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિજીના પધર અને શ્રી સમજયસૂરિ, મહોપાધ્યાય શ્રી જિનહિંસગણ, શ્રી સુમતિસુંદરગણે આદિ પરિવારથી પરિવરિત એવા શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ઉપર્યુક્ત શાહ સાહાએ સં. ૧૫૧૮ ના વૈશાખ માસમાં આશ્ચર્યજનક પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતે. તેમાં પિતાના પિતાના કલ્યાણ માટે કરાવેલ લે. ૪૬૯ વાળી મૂર્તિ વગેરે અનેક બિંબની પ્રતિષ્ઠા થઈ હતી. આ સં. ૧૫૨૯ ના વૈશાખ માસના પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેને આગેવાની ભરેલો હિસ્સો હોય તેમ જણાય છે.
લે. ૪૬૯ અને ૪૭૨ વાળી ધાતુની મને હર મૂત્તિઓ ડુંગરપુરથી લાવીને અચલગઢના આ ચૌમુખજીના મંદિરના અનુક્રમે દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં કારમાં મૂળનાયકના રથાન પર વિરાજમાન કરવામાં આવેલ છે.
( ૪૭૫ ) - સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે. પિરવાડજ્ઞાતીય દેસી ડુંગરની ભાય ધાપુરીના પુત્રો દેશી ૧ કમ, ૨ કરણા, ૩ ગોવિંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org