________________
પર
અવેલેકન. તેમાંના દેશી કર્માની ભાર્યા કરાણના પુત્રો ૧ આશા, ૨ અખા, ૩ અદા. દેશી કરણાની ભાર્યા કઉતિગદેને પુત્ર સીધર. દેસી ગોવિંદની ભાર્યા જયતૂના પુત્ર વાછા આદિ કુટુંબથી યુક્ત દેસી ગોવિંદે પોતાની માતા અને ભાઈઓના શ્રેય માટે ધાતુની મનહર આ શ્રી નેમિનાથ ભીની મૂત્તિ કરાવી અને તેની, તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ શ્રીકુંભલમેરૂ (કુંભલગઢ)ના મંદિરમાં સ્થાપન કરવા માટે બની છે. કદાચ આ મૂર્તિ ભરાવનાર શ્રાવક કુંભલગઢને રહેવાસી હશે. આ મૂર્તિ કુંભલગઢથી અહીં લાવવામાં આવી છે અને હાલ આ મંદિરના સભા મંડપમાંની ડાબી બાજુની દેરીમાં મૂળનાયકજીના સ્થાને વિરાજમાન છે.
( ૪૭૧, ૪૭૩, ૪૪, ૪૮૨, ૪૮૩, ૪૮૪ )
આ છએ લે, આ મદિરની પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠિત થયેલ ધાતુની મનહર મૂર્તિઓની બેઠક પર ખોદેલા છે. આમાંની લે. ૪૭૧ વાળી મૂર્તિ, દક્ષિણ દિશાના મૂનાની ડાબી બાજુએ; લે. ૪૭૩-૭૪ વાળી મૂર્તિઓ, પશ્ચિમ દિશાના મૂ ના.જીની અનુક્રમે જમણી તથા ડાબી બાજુએ અને લે. ૪૮૨-૮૩-૮૪ વાળી મૂર્તિઓ બીજા માળમાં ત્રણ દિશામાં મૂળનાયકજીને સ્થાને સ્થાપન કરેલ છે. બીજા માળના ચોથા દ્વારના મૂળનાયકજીની મૂર્તિ પર લેખ નથી, પણ તે વધારે પ્રાચીન હશે એમ લાગે છે.
આ છએ લેખમાં, ફક્ત ભગવાન અને કરાવનાર ધણીના નામ સિવાયની બીજી બધી હકીકત લગભગ સરખી છે. આ બધા લેઓને સાર આ પ્રમાણે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org