________________
પિત્તલહરના લેખ.
પાટણ, અમદાવાદ, ખંભાત, ઈડર આદિ ઘણું ઘણું ગામના સંઘ સાથે અહીંની યાત્રા કરીને મોટા મહત્સવપૂર્વક અહીં વિરાજમાન કરીને તેની, તપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટાલંકાર સ્વરૂપ શ્રી સેમસુંદરસૂરિના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટધર શ્રી જ્યચંદ્રસૂરિના પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિના પદને દીપાવવામાં સૂર્યસમાન; શ્રીસુધાનંદનસૂરિ, શ્રી સોમજયસૂરિ, મહાપાધ્યાય શ્રી જિનસમગણી, પંડિત શ્રી સત્યરત્નગણિ પ્રમુખ સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ શ્રી સંઘના પરિવારથી યુક્ત એવા શ્રીમાનું લફર્મસાગરસૂરિજી પાસે કરાવી છે. શ્રી ચતુર્વિધ સંઘનું કલ્યાણ થાઓ. મહિસાણા (મહેસાણુ-ગુજરાત) નિવાસી મીમી દેવાના કલા-કૌશલ્યથી આ મૂર્તિ બની છે. (૪૦૭-૪૦૮).
લે. ૪૦૯-મેવાડાસાતીય સુતાર–મસ્ત્રી મિહિપા (મંડન)ની ભાય નાગલના પુત્ર સુતાર દેવાની ભાર્યા કરમીના પુત્ર સુતાર ૧ હાલા, ૨ ગદા, ૩ હાપા, ૪ નાના, ૫ હાના, અને ૬ કલા; એ બધાથી યુક્ત સુતાર દેવાએ આ મૂર્તિ તૈયાર કરી છે. (૪૦૯)
લે. ૪૧૦-ગુર્જરજ્ઞાતિના આભૂષણ સ્વરૂપ મંત્રી મંડનની ભાય લેલીના પુત્ર, રાજાધિરાજ શ્રીરામદાસમાન્ય મંત્રી સુંદરની ભાર્યા (કે જે દેસી રત્નાની ભાર્યા વિણીની પુત્રી થાય છે.) શ્રાવિકા(હાંસીએ?) ધાતુની ૪૧ આંગળાના પ્રમાણુવાળી મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિના પરિકરમાં શ્રી શીતલનાથ ભગવાનની ઉભી મૂત્તિ કરાવી. (૧૦)
* શ્રીમાન દેવસુંદરસૂરિજીથી શ્રીમાન લક્ષ્મીસાગરસૂરિજી સુપીના ઉપર લખેલા આચાર્યો વગેરેનું શ્રીગુગુણરત્નાકર કાવ્યમાં વિસ્તારથી વર્ણન આપેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org