________________
૪૭૬
અવલોકન.
બધા, મંત્રી સુંદર અને તેના પુત્ર મંત્રી ગદાના જ છે. ઉક્ત લેખેને સારાંશ આ પ્રમાણે છે –
લે. ૪૦૭-૦૮ વિક્રમ સંવત્ ૧૫ર૫ ના ફાગણ શુદિ ૭ ને શનિવારે રે હણી નક્ષત્રમાં શ્રી અબુદગિરિ-આબુ ઉપર દેવડા રાજધર સાયર શ્રીડુંગરસિંહ ના રાજયમાં ગૂર્જર જ્ઞાતિના શાહ ભીમસિંહે બંધાવેલા મંદિરમાં ભીમચેત્યમાં) ગૂર્જર શ્રીમાલજ્ઞાતીય રાજમાન્ય મંત્રી રાજાની ભાર્યા સૂલ્લી તથા મંત્રી મંડન ભાય લેલી, તેના પુત્રે ૧ મંત્રી સગર અને ૨ મંત્રી સુંદર. તેમાંના મંત્રી સગરના પુત્રો ૧ નાથા અને ૨ ગહિલા. મંત્રી સુંદરની ભાય ૧ હાંશી તથા ૨ પદમાઈ, તેના પુત્ર રાજમાન્ય મંત્રી ગદાની ભાયી આસૂના પુત્રે ૧ શ્રીરંગ, ૨ વાઘા આદિ કુટુંબથી યુક્ત મંત્રી સુંદર અને ગદાએ; આબુના અધિપતિ–રાજા દેવડા શ્રીવીસાના પુત્ર કુંભાના પવિત્ર પુત્ર રાજધર સાયર દેવડા ચુંડા+ ના પુત્ર રાજધર
( અમદાવાદના સુલતાન) મહમુદ બેગડાએ જેને બહુમાન પૂર્વક “રાજાધિરાજ' બિરૂદ આપ્યું છે એવા રામદાસની મંજુરીથી ૧૦૮ મણ પ્રમાણ ધાતુની પ્રથમ તીર્થકર શ્રીષભદેવ ભગવાનની સપરિકર મનહર પ્રતિમા નવી કરાવીને;
આબુના ઠાકર દેવડા ગુંડા તથા દેવડા ડુંગરસિંહ માટે લેખાંક ૨૪૮ ના અવલોકનની ફુટનેટ જુઓ.
+ શ્રી ગુરુગુણરત્નાકર વ્ય સ. ૩ શ્લો. ૨૮ (પ્ર. ય-વિ-જૈ ગ્રંથમાલા પૃષ્ઠ ૩૭)માં મંત્રી ગદાએ ધાતુની ૧૨૦ મણ પ્રમાણની પ્રથમ તીર્થંકરની મૂર્તિ કરાવીને આબુ ઉપર પધરાવ્યાનું લખ્યું છે. પરંતુ ખાસ એ જ મૂર્તિ પરના બે લેખોમાં ૧૦૮ મણ લખેલ હોવાથી એ વાત વધારે વિશ્વાસપાત્ર માની શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org