________________
૪૬૪
અવલોકન.
શ્રી એચટે શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભ. ને વાંદ્યા–વંદના કરી. (૧૪)
લે. ૩૧૫ સં. ૧૩૫૬ ના જેઠ વદિ ૩ ને રવિવારે, શ્રી ચિત્રકૂટ-ચિડનિવાસી સંઘપતિ તેજલના પુત્ર સંઘવી પાસદેવે અને સંઘરી રામચંદ્ર; પિતાના ગુરુ શ્રી તિલકભદ્રસૂરિ અને શ્રી દેવેંદ્રસૂરિ તથા શાહ પૂના, મંત્રી ચાવડ, શાહ સોમસિંહ, મંત્રી વીજા, ભરી ચાંપૂ વગેરે શ્રી સંઘ સમુદાયની સાથે તીર્થયાત્રા કરી. (૩૧૫)
લે. ૩૧૭ સં. ૧૩૬૮ ના અષાડ વદિ ; શ્રીખરતરગચ્છીય શ્રીજિનેશ્વરસૂરિના પટ્ટધર શિષ્ય શ્રીજિનપ્રબંધસૂરિના શિષ્ય શ્રીદિવાકરાચાર્ય, પંડિત લક્ષ્મીનિવાસગણું, હેમતિલક ગણ, મતિકલશ મુનિ, મુનિચંદ્ર મુનિ, અમરરત્નગણ, યશકીતિ મુનિ વગેરે, સાધુ-સાધ્વી આદિ શ્રી ચતુર્વિધ સંઘ સહિત દેવાધિદેવ શ્રી આદિનાથ તથા શ્રીનેમિનાથ ભ. ને હમેશાં પ્રણામ કરે છે. (૩૧૭)
લે. ૩૮૮ સંવત્ ૧૫૩૧ ના વૈશાખ શુદિ૨ ને સોમવારને દિવસે શ્રીસારંગપુરનિવાસી, પિરવાડ જ્ઞાતિના આભૂષણ સ્વરૂપ અને યાત્રાની જેણે પરબ મંડાવી છે, (અર્થાત્ લેકને યાત્રા કરાવનાર) એવા સંઘવી વેલાની ભાર્યા અરષના પુત્રરત્ન શ્રીસંઘધુરંધર, સંઘનાયક-સંઘવી જેસિંગ; ભાર્યા માણિકી, પુત્રી જીવિણ આદિ કુટુંબ સહિત તથા માલવાના શ્રીસંઘ યુક્ત શ્રી અબુંદગિરિ તીર્થમાં શ્રીનેમિનાથ ભટ ને નિરંતર પ્રણામ કરે છે. (૩૮૮) (૨૬૬, ૨૬૭, ૨૪, ૨૯, ૩૨૯, ૩૦૧, ૩૮૭, ૪૦૧)
આ આઠ લેખે સંઘ વગર ફકત શ્રાવકે એ યાત્રા કર્યા સંબંધીના છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org