________________
લૂણવસહીના લેખે.
४१३ એની શ્રેણિઓના સંબંધથી, અથવા ગમે તે કારણથી શ્યામ થયેલી એવી શ્રીનેમિનાથ ભ. ની શ્યામ મૂર્તિ લેકેનું રક્ષણ કરે. ૧ - સં. ૧૩૬૨ ના વૈશાખ..ને શુક્રવારે શ્રી અર્બુદાચલ ઉપર શ્રી આદિનાથ તથા શ્રીનેમિનાથ ભ ને નમસ્કાર કરવા માટે કૃધિગ() મહણાની સંતતિમાં થએલા શાહ આંબડને પુત્ર સંઘપતિ અભયસિંહ; શા. માધવ, દેસી ભોજદેવ, દેસી ખીમસિંહ, હેમચંદ્ર, દેવધર, ભીમસિંહ લુણીયા, પિરવાડ હરિસિંહ, બ્રહ્મદેવ વગેરે ચતુર્વિધ શ્રીસંઘ સહિત અહીં આવ્યું હતું. (૨૮૬)
લે. ૩૦૩ આ લેખ, ૩ આર્યો અને એક અનુટુપ, એમ ચાર પોમાં છે. સં. ૧૮૮૬ ના ચૈત્ર વદિ ૧૦ ને શનિવારે, શ્રીરામચંદ્રસૂરીશ્વરજી શ્રી આદિનાથ અને નેમિનાથને પ્રણામ કરે છે. ૧ શ્રીમલીવંશના આભૂષણ સ્વરૂપ, અને શ્રીસ્તંભનક-ખંભાત શહેરમાં રહેવાથી તે શહેરની શોભામાં વધારે કરનાર એ સંઘવી વરસિંહને પુત્ર ધર્મકાર્યોમાં તત્પર રહેનાર સંઘવી ધનરાજ પિતાના ગુરુ શ્રીરામચંદ્રસૂરિસહિત તથા પિતાના કુટુંબ અને સંઘ સાથે શ્રી આરપલ્લિનાથશ્રી જીરાવલા પાશ્વનાથને તથા શ્રી આબુ તીર્થને નમસ્કાર કરે છે. ૨-૩. મહામુનિ મુનિચંદ્ર ગણી, શીલચંદ્ર મુનિ, નયસાર મુનિ તથા વિનય રત્ન મુનિ, એ બધા શ્રી આદિનાથ તથા શ્રી નેમિનાથ ભ. ને નમન કરે છે. ૪. (૩૦૩)
લે. ૩૧૪ સં. ૧૩૪૬ ના ફાગણ વદિ ૩ ને સેમવારે, શ્રી રિણસ્તંભ પક્ષના (કદાચ પહેલાં રિણસ્તંભ પુરનિવાસી હોય અને પાછળથી) જાખલપુરવાસી શાહ જિનચંદ્રના પુત્ર; પિતાના ભાઈએ લેહા, માધલ તથા શ્રી ચતુરર્વિધ સંઘ સહિત એવા સંઘપતિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org