________________
૪૬૨
અવલોકન. લે. ૩૮૯ સં. ૧૬૧૩ ના વૈશાખ શુદિ ૯ ને દિવસે શ્રી બ્રહગચ્છીય ભટ્ટાયક શ્રી ૭ શ્રીપુણ્યપ્રભસૂરિને શિષ્ય મુનિ વિજયદેવ શ્રી નેમિનાથ ભ ને નમસ્કાર કરે છે. સરલ ચિત્તથી તેમણે કરેલી યાત્રા સફળ થાઓ. અને ફરીને પણ હમેશાં દર્શન થજે. ( ૩૮૯)
લે. ૪૦૦ સં. ૧૨૮ ના વૈશાખ શુદિ ૫, શ્રીસંડેરકગચ્છીય ઉપાધ્યાય શ્રીહમસુંદરજી અને તેમના શિષ્યો શ્યામસુંદરજી તથા મેહનની યાત્રા સફળ. (૪૦૦)
લે. ૪૦૨ સં. ૧૪૬૫; કલીવાલગચ્છીયા પરિવારે કરીને સહિત ભટ્ટારક શ્રી સર્વાનંદસૂરિ શ્રીનેમિનાથ ભ. ને હમેશાં નમન કરે છે. (૪૦૨)
( ૨૮૬, ૩૦૩, ૩૧૪, ૩૧૫, ૩૧૭, ૩૮૮ )
આ છ લેખે, સંઘવીઓએ સંઘ કાઢી દ્વિવિધ, ત્રિવિધ કે ચતુર્વિધ સંઘ સાથે યાત્રા કર્યા સંબંધીના છે.
લે. ૨૮૬ આ લેખના પ્રારંભમાં એક શ્લેક (અધરા) આપેલો છે, પરંતુ તેને કેટલેક ભાગ ત્રુટિત હોવાથી આ લેકને સંપૂર્ણ અર્થ આપી શકાય તેમ નથી. પણ તેને સારાંશ આ પ્રમાણે છે –ઉગ્રસેન રાજાની પુત્રી રામતીને ત્યાગવાને લીધે તેના નિઃશ્વાસોનિસાસાથી; અથવા હંમેશાં અગરૂ વગેરેના ઉખેવાતા ધૂપના ધુમાડાથી અથવા ગિરનારના ઊંચા શિખર પર અથડાતી મેઘ-વાદળાં
* આબુની પૂર્વ તરફની તળેટીમાં આવેલ કાછલી ગામથી કાછોલીવાલગચ્છ નીકલ્યો છે. આ કાછલી ગામ, આબુરેડથી લગભગ ઉત્તર દિસામાં ૧૩ માઈલની દૂરી પર આવેલું છે. અહીં હાલ એક જિનમંદિર, બે ઉપાશ્રય અને શ્રાવકનાં થોડાંક ઘરો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org