________________
૪૬૧
સાથી રામચંદ્રસૂરિ, તે
વિનયરત્ન મુનિ, ઠાણ
ત્યાં
લૂણવસહીના લેખ. ઉદયચંદ્ર શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભ. ને હંમેશાં નમસ્કાર કરે છે. (૩૧૮)
લે. ૩૪૧ સંવત ૧૫૦૭ નું વર્ષ ચોમાસું અહીં (દેલવાડામાં) રહેલા સપરિવાર ૫. શ્રી વિમલધર્મગણી શ્રી નેમિનાથદેવને હમેશાં નમે છે. (૩૪૧ )
લે. ૩૪ર સં. ૧૮૮૬ ના ચૈત્ર શુદિ ૧૪ ને બુધવાર, શ્રી સાધુપૂર્ણિમા પક્ષને શોભાવનાર ભટ્ટારક શ્રી અભયચંદ્રસૂરિના પટ્ટધર શ્રી રામચંદ્રસૂરિ, તેમના પટ્ટધર પં. મુનિચંદ્ર ગણી, શીલચંદ્ર મુનિ, નયસાર મુનિ, વિનયરત્ન મુનિ, ઠાણા ૫ .... (આટલું લખીને લેખ અધૂરો મૂક્યો છે, પણ ત્યાં “શ્રી આદિનાથ–નેમિનાથને નમસ્કાર કરે છે.” આમ હોવું જોઈએ.) (૩૪૨)
લે. ૩૮૦ સં. (૧૪૧૭) ના અષાડ શુદિ ૫ ને ગુરુવાર; શ્રી બ્રહદ્દગચ્છીય શ્રી મુનિશેખરસૂરિને શિષ્ય મુનિ નાયક શ્રી નેમિનાથ ભ. ને હમેશાં નમન કરે છે. (૩૮૦)
લે. ૩૮૧ સં. ૧૪૧૭ ના અષાડ શુદિ ૫ ને ગુરુવાર શ્રી કૃષ્ણર્ષિગચ્છીય, “વાદિ સિંહ” એવા ઉપનામથી પ્રસિદ્ધ થયેલ શ્રી જયસિંહસૂરિ શ્રી નેમિનાથ ભ. ને નમસ્કાર કરવાની ઇચ્છાથી આવ્યા. (૩૮૧)
લે. ૩૮૪ સં. ૧૩૬૧ માં થી ચૈત્રગચ્છીય શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જયસેન ઉપાધ્યાય શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભ.ને નમસ્કાર કરે છે. (૩૮૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org