________________
૪૩૨
અવલોકન.
( ૩૩૨) સંવત્ ૧ર૪ ના ચૈત્ર વદિ ૮ ને શુકવારે, ચંદ્રાવતી નગરીવાસી પિરવાડજ્ઞાતીય ઠ૦ ચાચિગની ભાર્યા ચાચિણિના પુત્ર રાઘદેવની ભાર્યા સાભીયાના પુત્ર ઉદયપાલની ભાર્યા અહિવદેવીના પુત્રો (૧) મંત્રી આસદેવ તેની ભાય સુહાગદેવી; (૨) ઠ૦ ભેજદેવ તેની ભાર્યા સૂમલ; (૩) મંત્રી આણંદ તેની ભર્યા શલુકા. એ ત્રણે ભાઈએએ પિતાનાં માતા-પિતા અને પૂર્વજોના શ્રય માટે આ (રમ) દેરીમાં મૂલનાયક શ્રી તીર્થકર ભગવાનની પ્રતિમા ભરાવી હતી. (કદાચ આ દેરી પણ એમણે જ કરાવી હોય.)
( ૩૩૩ ) સંવત્ ૧૩૦૭ના જેઠ વદિ ૫ ને ગુરુવારે, શ્રી બૃહદુગચ્છના શ્રીવાદિદેવસૂરિની આમ્નાયવાળા શેઠ ભાઈલના પુત્ર શેઠ સરિએ શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીપૂર્ણભદ્રસૂરિના શિષ્ય શ્રી બ્રહ્મદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
(૩૩૪) સંવત ૧૨૩ ના ચૈત્ર વદિ ૮ ને શુકવારે, શ્રીચંદ્રાવતીનગરરીનિવાસી પરવાડજ્ઞાતીય, મંત્રી અજિત, તેને પુત્ર મંત્રી આભટ, તેને પુત્ર મંત્રી સાંતિમ, તેને પુત્ર મંત્રી શોભનદેવ, તેની ભાર્યા માઉ, તેની પુત્રી રતનદેવીએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે, શ્રી લુણસિંહવસહિકા નામક શ્રીનેમિનાથદેવના મંદિરની ભમતીની આ (તેત્રીશમી) દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા ભરાવી હતી. (કદાચ આ દેરી પણ એમણે જ કરાવી હોય). આ લેખની પછી નીચેની મતલબને એક લેક ખોદેલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org