________________
લુણવસતીના લેખે.
૪૨૯ પણ કેટલીક જિનમૂત્તિઓ સ્થાપન કરેલ છે. ચૌમુખજીની બને બાજુએ હારબંધ આરસના સુંદર કેરણીવાળા; પાલખી, ગુલ અને આભુષણ યુક્ત પાંચ પાંચ મળીને કુલ દશ હાથીએ કરાવ્યા છે. તે દરેક હાથી ઉપરની પાલખીમાં તેજપાલના કુટુંબના એક એક માણસની મૂર્તિ, તે દરેકની આગળ એક એક મહાવતની અને તે દરેકની પાછળ એક એક છત્રધરની, એમ દરેક હાથી ઉપર ત્રણ ત્રણ મનુષ્યની મૂર્તિઓ બેઠેલી હતી. તે બધી નષ્ટ થઈ ગયેલી છે. દરેક હાથી ઉપરની પાલખીમાં તેજપાલના જે જે કુટુબીની મૂર્તિ બેસાડવામાં આવી હતી, તેનાં નામે તે તે હાથીના નીચેના પત્થરમાં ખેદેલાં છે. એ નામે લે. ૩૧૯ માં આપવામાં આવ્યાં છે. દશે હાથીઓની પાછળ દીવાલ પાસે દશ ખંડમાં દશ. મોટા મોટા ગોખલા બનાવરાવીને તેમાં વસ્તુપાલ તેજપાલના ગુઓની તથા તેમના કુટુંબીઓની સ્ત્રીઓ સાથેની ઉભી મૂર્તિઓ
સ્થાપન કરવામાં આવી છે. તે મૂત્તિઓ નીચે લખેલાં નામ લે. ૩૨૦ માં આપવામાં આવ્યાં છે. તે બન્ને લેખમાં આપેલાં નામે આ પ્રમાણે છે.
લે. ૩૧૯-૧ મંત્રી ચંડપ
, ચંડપ્રસાદ. (મં. ચંડપને પુત્ર)
, સેમ. (મં. ચંડપ્રસાદને પુત્ર) ૪ , આસરાજ (અશ્વરાજ), (મ. સોમને પુત્ર) ૫ ,, લુણિગ. (પં. અધરાજને પ્રથમ પુત્ર) ૬ ,, મલ્લદેવ. ( ; , બીજે છે )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org