________________
૨૮
અવલોકન.
( ૩૧૩ ) સંવત ૧૨૯૩ ના વૈશાખ શુદિ ૧૫ ને શનિવારે, શ્રી અબુદાચલ મહાતીર્થમાં મહામાત્ય તેજપાલે બંધાવેલા શ્રીલુણસિંહવસહિકા નામક મંદિરની ભમતીમાં, ચંદ્રાવતીનિવાસી, પિરવાડજ્ઞાતીય શેઠ પાસિલ ના વંશમાં થયેલા શેઠ વીસલની ભાર્યા સાંતૂના પુત્રો ૧ મુણિચંદ્ર, ૨ શ્રીકુમાર, ૩ સાતકુમાર, ૪ પાલ્યાણ. તેમાંના શ્રીકુમારના પુત્રો ૧ વીહા, ૨ આંબ, ૩ સાઉ, ૪ આસધર. તેમાંના વીહાના પુત્ર આમદેવના પુત્રો ૧ આસદેવ, ૨ આસચંદ્ર. ઉપર્યુક્ત શેઠ પામ્હણની ભાર્યા સલૂના પુત્રો ૧ આસપાલ, ૨ માંટી. વગેરે કુટુંબથી યુક્ત શેઠ પાહણે પિતાના કલ્યાણ માટે, શ્રીનાગૅદ્રગથ્વીય શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ મૂળનાયક શ્રીનેમિનાથદેવની પ્રતિમાથી શોભાયમાન આ (૨૩ મી) દેરી કરાવી.
( ૩૧૬ )
પિરવાડજ્ઞાતીય શેઠ બીજાની ભાર્યા મોટીના મહણ નામના પુત્રે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રીનેમિનાથ ભ૦ની મૂર્તિ ભરાવી અને તેની શ્રીમાણિકસૂરિના પટ્ટધર શ્રીમાન્ દેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને સંવતવાળો ભાગ નષ્ટ થયે છે.
(૩૧–૩૨૦) આ મંદિરના મૂળ ગભારાની પાછળ મહામાત્ય તેજપાળે એક વિશાળ હસ્તિશાળા બંધાવી છે, તેમાં વચ્ચે મેરુપર્વતની રચના તરીકે ઉપરાઉપર ત્રણ ખંડોમાં ચૌમુખજી અને તે સિવાય બીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org