________________
લૂણવસહીના લેખો.
૪૨૭
(૩) બ્રહ્મદેવ. તેમાંના દેવકુમારના પત્રો (૧) વરદેવ, (૨) પાહુણ, પુત્રીઓ (૧) દેલ્હી, (૨) આલ્હી, (૩) લલતુ, (૪) સંતેષા. બ્રહ્મદેવને પુત્ર બહિડી, પુત્રી તેજા. વરદેવને પુત્ર કુંવર. પાલ્હણના પુત્રે (૧) જલા, (૨) સમા, પુત્રી સીતૂ . કુંવરાના પુત્ર (૧) આંબડ, (૨) પૂનડ, પુત્રીઓ (૧) નીભલ, (૨) રૂપલ. શેઠ વરદેવના કલ્યાણ માટે તેના પુત્ર કુંવરીએ; નાગેન્દ્રગથ્વીય પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીના શિષ્ય શ્રીમાન વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીનેમિનાથદેવથી શોભાયમાન આ (બાવીશમી) દેરી કરાવી. લે. ૩૦૫-૩૦૬ અને ૩૦૭ વાળા લેખે એક જ ધણીના (શેઠ કુંવરાના) છે.
(૩૦૮) શ્રીનેમિનાથદેવના પાંચ કલ્યાણકો-૧ ચ્યવન કા. વદિ ૧૩, ૨ જન્મ શ્રા. શુદિ ૫, ૩ દીક્ષા થા. શુદિ ૬, ૪ જ્ઞાન આસે વદિ ૧૫, ૫ મેક્ષ અષાડ શુદિ ૮.
(૩૧૧-૩૧૨). આ બન્ને લેખે એક જ ધણીના એક જ મિતિના, અને એક સરખી જ હકીકતવાળા-મૂર્તિઓ ભરાવ્યા સંબંધીના છે. પણ બને અધુરા છે. બન્ને લેખેને સારાંશ આ પ્રમાણે છે
સંવત્ ૧૩૦૨ ના ફાગણ શુદિ ૭ ને શુકવારે, નાણાગામના વાસી શેઠ કુલધરની ભાર્યા કેવલશ્રીના પુત્ર શામજશની ભાર્યા થયહવના પુત્રો (૧) સાવેદેવ, (૨) લૂણસિંહ, (૩) દેવજશ. તેમાંના દેવજશની ભાર્યા પૂજ્યશ્રીના પુત્રો (૧) ધણપાલ, (૨) રાજા. તેમાંના રાજાની ભાર્યા રાજમતિના પુત્રો (૧) ધરણિગ, (૨) સહદેવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org