________________
૩૯૮
અવલોકન.
મને ઘણી તપાસ કરવા છતાં પત્તો નહીં લાગ્યું હોય. બાકીનાં ગામમાંથી કેટલાંકના નામમાં છેડે અપભ્રંશ થયા છતાં લગભગ એને મળતાં નામેથી જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન રહી શકયાં છે. જેને પત્તો મળે છે તે અહીં આપવામાં આવે છે. *
બી. બી. સી. આઈ. (મિટરગેજ ) રેલ્વેના આબુરોડ સ્ટેશનથી નૈનત્ય ખુણામાં ૫ માઈલ દૂર (૧) ચંદ્રાવતી નગરીના ખંડિયો આવેલાં છે. તેની નજીકમાં એક નાનું ગામડું છે, જે હાલ “ચાવલી” નામથી લેકેમાં પ્રસિદ્ધ છે. (૨) ઉવરણ ( ટ્રીગ્નોમેટ્રીકલ સર્વેના નકશાનું “ઉમરણ”) આબુરોડથી વાયવ્ય ખુણામાં રા માઈલ દૂર આવેલું છે. (૩) કીસરઉલી જે હાલ કીવરલી ” નામથી પ્રસિદ્ધ છે અને તે આબુરોડથી ઈશાન ખુણામાં ૫ માઈલની દૂરી પર છે. (૪) કાસહૂદ ( ટ્રીક નકશાનું કાઈદ્રા) જે હાલ “કાસિંદ્રા” અથવા “કાઇંદ્રા” નામથી પ્રસિદ્ધ છે અને તે આબુરોડથી ઈશાન ખુણામાં ૮ માઈલ દૂર આવેલું છે. (૫) બ્રહ્માણ હાલમાં “વરમાણ” નામથી પ્રસિદ્ધ છે અને તે આબુની પશ્ચિમ તરફની તલેટીમાં આવેલા હણાદ્રા ગામથી પશ્ચિમ દિશામાં ૧૨ માઈલ દૂર આવેલું છે. (૬) ધઉલી “ધવલી” નામથી ઓળખાતું આ ગામ હણાદ્રાથી દક્ષિણ દિશામાં ૭ માઈલની
* આ ગામમાંથી ફક્ત ૧૨ ગામોને ડૉ. લ્યુસને નકશાના આધારે પત્તો મળી શકે છે. તેમણે આ લેખના પિતાના ઇંગ્લીશ વિવેચનમાં તેની થોડીક હકીકત આપી છે. પરંતુ તેમાં કેટલાંક ગામોનાં નામોમાં તથા દેલવાડાથી તે તે ગામોની દિશા અને અંતર લખવામાં પણ કઈ કઈ ઠેકાણે ભૂલ થએલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org