________________
૩૨
અવલોકન.
નહીં થયેલે વધવલ * નામને પુત્ર થયો, કે જેણે, સોલંકી
* આ યશોધવલના સમયને એક લેખ, સં ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૨) ના માઘ સુદી ૪ ના દિવસને સિરોહી રાજ્યમાં આવેલા અજારી નામના ગામમાંથી મળે છે. તેમાં આને “મહામંડલેશ્વર' ( સામંત )
–મારવંડા કૂવાહામંદશ્વર શોધવજી–લખેલે છે ( એટલે તે વખતે તે રાજ્યગાદી પર વિદ્યમાન હતું. ) આની પટરાણીનું નામ સૌભાગ્યદેવી હતું. અને તે સેલંકીવંશની હતી. શ્રીમાન હેમચંદ્રાચાર્યને ઢયાત્રામાધ્ય માં જણાવેલું છે, કે કુમારપાલ જ્યારે અજમેરના ચૌહાણરાજ અરાજ ઉપર ચઢાઈ લઈ ગયે, તે વખતે ( વિક્રમ સં. ૧૨૦૧-ઇ. સ ૧૧૪૬ ) આબુને રાજા વિક્રમસિંહ હતા અને તે આબુથી કુમારપાલની સેના સાથે થયો હતો. જિનમંડનના કુમારપાલપ્રબંધ' અને બીજા ચરિત્ર ગ્રંથમાં જણાવેલું છે, કે વિક્રમસિંહ લડાઈના વખતે કુમારપાલના શત્રુ અણીરાજ સાથે મળી ગયા હતા, જેથી કુમારપાલે તેને કેદ કરી તેના ભત્રીજા યશોધવલને આબુનું રાજ્ય આપ્યું હતું. આ ઉપરથી જણાય છે કે યશોધવલ, કુમારપાલને સામંત હતો અને જ્યારે માલવાના રાજા બલાલે, ગુજરાત ઉપર ચડાઈ કરી, ત્યારે, કુમારપાલ તરફથી યશોધવલ તેની સામે થશે અને અંતે તેને પકડી મારી નાંખે.
કુમારપાલે માલવપતિ બલ્લાલને છ હતું એ વાત સોમનાથપાટણના ભાવબૃહસ્પતિવાળા વલ્લભી સંવત ૮૫૦ (ઇ. સ. ૧૧૬૯)ના લેખમાં, તથા ક્રાંતિ કુટી વગેરે બીજા પણ અનેક પ્રામાણિક ઐતિહાસિક પ્રથામાં ઉપલબ્ધ થાય છે, પરંતુ એ રાજા કયા વંશ હતા?–તે હજુ સુધી જ્ઞાત નથી. પ્રો. લ્યુડસ જણાવે છે કે –“ બલ્લાલ નામને કોઈ પણુ રાજ માલવાના પરમાર વંશની યાદીમાં નથી, અને તે એ વંશનો હતે એ માનવું પણ અશક્ય છે. તેથી, તે કેવી રીતે માલવાને રાજા થયે, એ પ્રશ્નને ઉત્તર આપો હાલમાં સરલ નથી. પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org