________________
લૂણવસહીના લેખા.
૩૦૧
ઠેકાણે, સાચા મુનિએ જેની પ્રાર્થના-ભક્તિ કરી રહ્યા છે, એવાં પવિત્ર તીર્થાંની ૫ક્તિઓને જોનારા અધીર-કાયર માણસાની પણ બુદ્ધિ સંસારથી વિરક્ત ખની જાય છે—સ'સાર ત્યાગવાને તત્પર અની જાય છે. ૩૧.
૩૨ થી ૪૨ સુધીનાં પદ્યોમાં કવિ, ચંદ્રાવતીના પરમાર રાજાઆનુ વર્ણન કરતાં કહે છે કે શ્રેષ્ઠ એવા શ્રીવશિષ્ઠ ઋષિના હામ કરવાના કલ્યાણકારી અગ્નિકુંડમાંથી, સૂર્યથી ઉત્પન્ન થયેલા પ્રકાશથી પણ અધિક જેના શરીરની કાંતિના સમૂહ છે એવા કોઇ પણ પુરુષ ઉત્પન્ન થયા; તે ( ધર્મકાર્યાંમાં વિઘ્ન કરનારા ) શત્રુઓને મારવામાં હંમેશાં તત્પર રહેતા હેાવાથી લેાકેામાં તે “ પરમારણ ’ ( પરમાર ) નામથી પ્રસિદ્ધિને પામ્યા; તે શ્રુતિના આધારભૂત થયે અને તેના વંશમાં ઉત્પન્ન થયેલા માણસા ‘ પરમાર ’ કહેવાયા. ૩૨. તે ( પરમાર ) રાજાના વંશમાં સૌથી પહેલે શ્રીમરાજ નામને રાજા થયા, કે જેણે ખીજા રાજાઓને અન્ને પક્ષ-પાંખ કાપી નાંખવાથી થતી વેદનાઓના અનુભવ કરાવ્યે. અર્થાત્ ધૂમરાજ રાજાએ પેાતાના શત્રુ રાજાઓના પિતૃપક્ષ અને માતૃપક્ષના માણસાના નાશ કરી નાંખ્યા. ૩૩. ત્યાર પછી તેના વંશમાં, શત્રુઆના સૈન્યના હાથીઓના સમૂહને જીતવાવાળા ધંધુક અને ધ્રુવભટ આદિ કેટલાક રાજાએ થઇ ગયા. તેના વશમાં રૂપથી કામદેવને પણ જીતનારા, અતિમનોહર ‘ રામદેવ ’ નામના એક પુરુષ (રાજા) ઉત્પન્ન થયા. ૩૪. ત્યારપછી પૃથ્વી અને આકાશમાં-સ્વર્ગ લાકમાં દરેક ઠેકાણે વ્યાપ્ત થયેલી જેની કીર્તિની લહેરો વડે ચદ્રમાની ચૈાના લેપાઈ ગઈ છે એવા તે ( રામદેવ ) ને, કામદેવને વશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org