________________
અવલોકન.
સાથે રહેવાના સ્થાનને (દેવલોકને) પામે. અર્થાત્ તે બાલ્યાવસ્થામાં સ્વર્ગવાસી થયે. ૮. જે નિર્મળ મતિવાળા (લુણિગ)ની બુદ્ધિએ, બહસ્પતિની બુદ્ધિને પણ લગભગ તિરસ્કૃત કરી નાંખી છે-જીતી લીધી છે, એવા તે મંત્રી ભૂણિગને પંડિત પુરુષે ગુણવાન મનુષ્યમાં મુખ્ય જ ગણે છે. ૯. તે (મંત્રી ભૂણિગ) ને, જેણે શ્રીમલ્લિનાથ ભગવાનને હમેશાં આશ્રય લીધેલ છે અને જે તમામ મંત્રિઓમાં શ્રેષ્ઠ છે, એ શ્રીમëદેવ નામને નાનો ભાઈ હતે. શમતા વડે પ્રાપ્ત થયેલ સદ્દબુદ્ધિવાળા તે મંત્રી મલદેવની બુદ્ધિ પરધન અને પરસ્ત્રિમાં કદી પણ આસક્ત થઈ નથી. ૧૦. ધાર્મિક કાર્યો કરવામાં, દુનિયાના છિદ્રો ઢાંકવામાં અને છુટા પડી ગયેલા માણસોને જોડી દેવામાં સંપ કરવામાં મંત્રી મલ્લદેવની બરાબરી કરી શકે તે કોઈ પણ માણસ જગવિધાતાએ સર નથી. ૧૧. નીલ વર્ણવાળા મેઘ-વાદળાંના સમૂહથી મુકાયેલ–બહાર નિકળેલ ઉજજવળ વર્ણવાળાં કેતુનાં કિરણોને પણ પિતાની ઉજવળતાથી જીતી લેનારા મંત્રી મલદેવના યશે ઐરાવણશ્રેષ્ઠ હાથીઓનાં દંકૂશળના સફેદ કિરણોને ગલહસ્ત દીધું છે-હાંકી કાઢયાં છે. અર્થાત્ મંત્રી મલદેવને યશ કેતુ અને જંતુશળોનાં સફેદ કિરણો કરતાં પણ વધારે નિર્મળ છે. ૧૨. ઇંદ્રિયને જીતનારા તે (મલદેવ) ને; સરસ્વતીદેવી સંબંધી વાણીરૂપી અમૃતની આશ્ચર્યને ઉત્પન્ન કરે એવી અપૂર્વ આનંદદાયક વૃષ્ટિને કરનારે, ધર્મનાં સારાં કાર્યો
* અહીં બાલ્યાવસ્થામાં સ્વર્ગવાસી થવાનું લખ્યું છે, પરંતુ તેને લૂણદેવી ” નામની પત્ની હતી. હસ્તીશાલામાં “ ભૂણિગ ની સાથે - “ લૂણદેવી ની પણ મૂર્તિ છે, તેથી કદાચ યુવાવસ્થાના પ્રારંભમાં તે સ્વર્ગવાસી થયે હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org