SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ લૂણવસહીના લેખ. ૩૬૫. નાશ પામે છે–અદશ્ય થાય છે. અર્થાત ત્યાંની સ્ત્રિનાં મુખ ચંદ્રનાં જેવાં ઉજજવળ છે. ૩. ૪ થી ૭ કેમાં તેજપાલના પૂર્વજોનું વર્ણન કરેલું છે. તે (અણહિલપુર પાટણ)માં, પરવાલ જ્ઞાતિમાં મુગટ સમાન, કુટજ-એક જાતના સફેદ ફુલના જેવા નિર્મળ યશવાળે, દાનવડે કરીને કલ્પવૃક્ષના વનને પણ જીતનાર એ ચંડપ નામને પુરુષ પહેલાં થઈ ગયે. ૪. તે (ચંડ) ને, પિતાના વંશરૂપી મહેલના ઉપર સોનાના દંડ સમાન અને પોતાના પુણ્યના ઉદયથી જેની કીર્તિરૂપી પતાકા ચારે તરફ ફેલાઈ રહી છે એ ચંડપ્રસાદ નામને પુત્ર હતે. ૫. જેમ ચંદ્ર, પિતાનાં કિરણોથી સજજન મનુબેનાં શરીરમાં રોમ-રોમરાય ખડાં કરતે છતે લોકોને આનંદ આપતે છતે અગાધ સમુદ્રના મધ્યભાગમાંથી ઉત્પન્ન થાય છે-ઉદય પામે છે તેમ, પિતાના ગુણરૂપી કિરણોથી સજજનનાં શરીરમાં મરાય ખડાં કરત–સજજનેને આનંદ આપતે છત અગાધ મધ્યભાગવાળા-ઊંડા–ઉદાર દિલવાળા ક્ષિર સમુદ્રના બંધુ તુલ્ય (ઉજ્જવળ) તે (ચંડપ્રસાદ)થી સેમ નામને પુત્ર ઉત્પન્ન થયું હતું. ૬. તે સોમ થકી, પિતાના મનની અંદર હમેશાં જિને શ્વર ભગવાનની ભક્તિને ધારણ કરનારે અવરાજ નામને પુત્ર ઉત્પન્ન થયે. જેમ શિવજીને, કાર્તિકેયની માતા પાર્વતીદેવી નામની સ્ત્રી છે તેમ, તે (અશ્વરાજ)ને અત્યંત વહાલી કુમારદેવી નામની ભાર્યા છે. ૭. ૮ થી ૧૮ માં તેજપાળનાં ભાઈ-બહેનેનું વર્ણન કરેલું છે. તે (અશ્વરાજ-કુમારદેવી)ને મંત્રી ભૂણિગ નામને પહેલો પુત્ર હતું. તે બાલક હોવા છતાં પણ ભાગ્યના વેગથી ઈદ્રના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy