________________
અવલેાકન.
( ૨૫૦ )
આ લેખ, લૂણવસહીમાં પ્રવેશ કરવાના દક્ષિણ તરફના દ્વાર ઉપરના અલાનક ( મંડપ )માં ડાબી માનુની દીવાલના એક મેટા ગોખલામાં ચણી લીધેલા કાળા આરસ પત્થરમાં બહુ સુંદર રીતે કાતરેલા છે. આખા લેખના સાર નીચે પ્રમાણે છેઃ—
૩૬૪
પ્રશસ્તિ લેખક, પ્રથમનાં એ પદ્યોથી સરસ્વતીદેવી તથા શ્રીનેમિનાથ ભ॰ની સ્તુતિ કરે છે. જાણે પેાતાના માનસ–વાસી (માનસરોવરમાં રહેનાર) હુંસરૂપી વાહન વડે કરીને જ લઇ જવાતી ન હેાય એવી જે ( સરસ્વતીદેવી ), કવિઓના અન્તઃકરણ પ્રત્યે જાય છે, તે સરસ્વતીદેવીને હું નમન કરૂ છુ. ૧. જે ક્ષાંતિ–ક્ષમાવાન હોવા છતાં ક્રોધના ઉપર ક્રોધી–લાલ થયેલ છે; જે શાંત હોવા છતાં સ્મર-કામદેવને જીતવા માટે તે ઉગ્ન-તેજસ્વી છે અને જેમણે ઉદાસીન ભાવથી ( ધ્યાન સમયે ) પેાતાનાં ચક્ષુએ ખંધ કરી દીધેલાં અથવા પેાતાની ઇંદ્રિયાને મ-નિસ્તેજ બનાવી નાંખી હાવા છતાં જે કેવળજ્ઞાનદ્વારા સમગ્ર પદાર્થાને દેખી રહ્યા છે; એવા તે, શ્રીશિવાદેવી માતાના પુત્ર શ્રીનેમિનાથ ભગવાન્ તમારા કલ્યાણને માટે થાઓ. ૨.
ત્રીજા પદ્યમાં કવિ અણુહિલપુર પાટણની પ્રશંસા કરતાં કહે છે કે
દેવાને પણ જીતનાર રઘુ રાજાની જેવા ચૌલુક્ય ( સેાલકી ) રાજાએથી પાલન કરાતુ અને પ્રજાના કલ્યાણના ઉત્તમ સ્થાન સ્વરૂપ એવું અણહિલપુર પાટણ નામનું શહેર છે, કે જ્યાં કૃષ્ણપક્ષમાં પણ સ્ત્રિયાના સુખરૂપી ચંદ્રથી મં—નિસ્તેજ થઇ ગયેલે અંધકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org