________________
અવલોકન.
દેરીઓને જીર્ણોદ્ધાર કરાવીને કેટલીક મૂર્તિઓ પણ ભરાવેલી છે. તેથી ઉપર જણાવેલ શ્રી યશોદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ બાકીની સાત મૂર્તિઓ પણ મહામંત્રી નેઢના જ કઈ વંશજોએ ભરાવેલી હોય તે તે અસંભવિત ન જ ગણાય,
(૧૩૧) સં. ૧૩૭૮ માં શાહ સાવડના પુત્રે નરદા, મદન, પૂના, પદમ અને સલખાએ પુત્રી નાઊના કલ્યાણ માટે કરાવ્યું, શું કરાવ્યું?–તે આ લેખમાં લખ્યું નથી, પણ ભમતીની સાડત્રીશમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું હોય અથવા તે દેરીમાં જીર્ણોદ્ધાર વખતે મૂ, ના. નું જિનબિંબ ભરાવ્યું હોય તેમ લાગે છે.
(૧૩૨) | (સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ પ ને) ગુરૂવારે પોરવાલ વંશમાં ઉત્પન્ન થયેલા ડ. દેસલ તથા તેના નાના ભાઈ લાખણે પોતાનાં પિતા તથા બહેન આસિણીના કલ્યાણ માટે ભમતીની આડત્રીશમી દેરીમાં મૂ, ના. શ્રી સુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ શ્રીદેવચંદ્રસૂરિ, બ્રહગચ્છીય આરાસણવાળા શ્રીયશોભદ્રસૂરિજીના શિષ્ય જ હાવા જોઈએ.
(૧૩૩) સ. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ને દિવસે નાહર ગોત્રવાળા શાહ જગપાલના પુત્ર વીકમની ભાર્યા વિજયદેવીના પુત્રો હીરા, સહડા, સાંગણ અને લાખાએ પોતાના ભાઈ હરપાલના કલ્યાણ માટે સંમતીની આડત્રીશમી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org