________________
વિમલવસહીના લે.
૩૦૩ પાસલ, સંતનાગ, દેવચંદ્ર, આસધર, આંબા, અંબિકુમાર, શ્રીકુમાર, લેયણ તથા શ્રાવિકાઓ પ્રકૃતિ, શ્વાસિણી, શાંતિય, રામતિ, ગુણસિરિ, પ્રફુહિ અને ગામ પાલડીક વાસ્તવ્ય અબદેવ પ્રમુખ સમસ્ત શ્રાવક-શ્રાવિકાના સમુદાયે આબુ ઉપરના શ્રીવિમલ–વસહી મંદિરમાં ભમતીની બત્રીશમી દેરીના મૂ. ના. શ્રીત્રાષભદેવ ભગવાનની પ્રતિમા મોક્ષને માટે કરાવી અને તેની બહગચ્છીય સંવિજ્ઞવિહારી શ્રીવર્ધમાનસૂરિના ચરણકમળની સેવા કરનાર (તેમના શિષ્ય) શ્રીચક્રેશ્વરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૧૫–૧૧૮-૧૧૯–૧૨૧-૧રર ) આ પાંચે લેખે એક જ ધણુના–પરવાલજ્ઞાતીય ભાં. જસધવલના હોવાથી અહીં એક સાથે આપ્યા છે. પાંચે લેખ સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારના છે. ભંડારી જસધવલે પિતાના પિતાની સ્ત્રીના અને પુત્રના કલ્યાણ માટે ત્રણ મૂર્તિઓ ભરાવ્યા સંબંધીના (કદાચ તેણે એ ત્રણે દેરીઓને
* આ પાલડી ગામ, ઉક્ત અણદરા ગામથી ઉત્તર દિશામાં ૩મા માઈલ દૂર અત્યારે પણ વિદ્યમાન છે.
* આ લેખથી જણાય છે કે બારમી શતાબ્દીના પણ જૈન સાધુએમાં સંવિવિહારી અને ચિત્યવાસી એ બન્ને પક્ષો વિદ્યમાન હતા.
“ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ', અવલોકન, પૃષ્ઠ ૧૫૭ માં તેના લે. નં. ૧૮૪ ના સંબંધમાં “આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પદ્મસૂરિના શિષ્ય ભદ્રેશ્વરસૂરિ ” લખ્યા છે. પણ તેને બદલે ” શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી ચક્રેશ્વરસૂરિ” જોઈએ. મૂળ લેખમાં “પારિ ' નહીં પણ પvtvય ” એમ દેલું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org