________________
વિમલવસહીના લેખે.
૨૮૯ પણ તેની બરાબરી ન કરી શકે એવું આ વિમલ-વસહી નામનું ભવ્ય મંદિર બંધાવ્યા છતાં અને પોતે ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) ના પ્રેમપાત્ર મુખ્ય સેનાપતિ હોવા છતાં આ મંદિરની અંદર પ્રશસ્તિ તરીકે પોતાના નામને એક અક્ષર પણ ખેદા નથી. તેમ તેમના કુટુંબી મંત્રી પૃથ્વપાલે પણ આ લેખમાં જણવ્યા પ્રમાણે સારામાં સારો જીર્ણોદ્ધાર અને હસ્તિશાલા વગેરે કરાવવા છતાં લાંબા લાંબા લેખ ન ખોદાવતાં અતિ સંક્ષેપમાં માત્ર સુંદર અનુષ્ટ્રપ બે શ્લોકની ચાર પંક્તિઓ જ ખેદાવીને સંતોષ માન્ય છે, તે તેમની નરીહતા, નિરભિમાનતા તથા સાચી ધર્મનિષ્ઠાને જાહેર કરે છે. મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે પણ સં. ૧૨૪૫ માં ભમતીની કેટલીક દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. (જૂઓ લેખ ૯૫ ની સાથેના આઠ લેખે).
( ૭૩ ) સં. ૧૪૮૩ ના શ્રાવણ શુદિ ૧ ને ગુરૂવારે શ્રી ઘોઘા નિવાસી શ્રી સુંબડ જ્ઞાતીય મંત્રી મેલા તથા તેના પુત્ર જીહા આદિ સમસ્ત કુટુંબ શ્રી આદિનાથને નમસ્કાર કરીને હંમેશા તેમની સેવા–ચાકરી ચાહે છે.
( ૭૪ ) સં. ૧૧૩૧ માં શ્રી થારાપદ્ર ગચ્છની આમ્નાયવાળા મંત્રી તિનાય અને તેની ભાર્યા વુલ્ફીના શ્રેય માટે (કદાચ તેઓની પુત્રી )
* આ ઉપરથી જણાય છે કે-હુ બડ જ્ઞાતિના લકે પહેલાં જૈન વેતાંબર ધર્મ પાળતા હતા. હુંબડ જ્ઞાતિના શ્રાવકોએ તાંબરીય મૂર્તિ ભરાવ્યા વગેરેના બીજા ઘણા લેખે મળે છે.
१९
આઠ તેના છોલે પણ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org