________________
૨૮૮
અવલોકન. ધવલના પુત્ર મંત્રી આનંદના પુત્ર મંત્રી પૃથ્વીપાલે વિમલવસહીને સં. ૧૨૦૬ માં સુંદર જીર્ણોદ્ધાર કરાવ્યાનું ઉપરના લેખથી સ્પષ્ટ સમજાય છે. સં. ૧૦૮૮ થી સં. ૧૨૦૬ સુધીના ૧૧૮ વર્ષના ગાળામાં આ મંદિરને કાંઈ નુકશાન લાગ્યું હોય, કાંઈ કામ અધુરું રહી ગયું હોય અથવા કાંઇ તેમાં નવું કામ કરાવવાનું તેમને ઉચિત લાગ્યું હોય તે આ જીર્ણોદ્ધાર સમયે પૃથ્વીપાલ મંત્રીએ કરાવ્યું લાગે છે. નવા કામમાં મુખ્યત્વે વિમલ-વસહીના મુખ્ય દરવાજા સામેની, પિતાના કુટુંબીઓના સ્મારક તરીકેની હસ્તિશાલા છે. આ હસ્તિશાલામાંના સાત હાથીએ મહામંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૪ માં કરાવ્યા છે અને બાકીના ત્રણ હાથીઓ મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે સં. ૧૨૩૭ માં કરાવ્યા છે. તે હાથીઓ જેના જેના સ્મારક તરીકે કરાવ્યા છે, તેનાં નામે તે તે હાથીના પગ પાસેની આરસની પટ્ટી ઉપર બેઠેલાં છે. (જૂઓ લે. ૨૩૩). એટલે લે. ૭૨ અને લે. ૨૩૩ થી એમ માની શકાય છે કે-આ જીર્ણોદ્ધાર મહામંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૪ માં શરૂ કરીને સં. ૧૨૦૬ માં પુરે કર્યો છે. અથવા તે તેમના કુટુંબી મંત્રી દશરથે ભમતીની દશમી દેરીને જીર્ણોદ્ધાર વગેરે સં. ૧૨૦૧ માં કરાવેલ છે, (જુઓ લે. ૫૧ ). એટલે મંત્રી પૃથ્વીપાલ અને તેના કુટુંબીઓએ લગભગ સં. ૧૨૦૦ થીજ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરી દીધું હોય તો તે બનવા ગ્ય છે,
મહામંત્રી વિમલશાહે કોડે રૂપિયા ખર્ચીને જગતમાં કઈ
* મંત્રી પૃથ્વીપાલ, મંત્રી ધનપાલ અને મંત્રી દશરથ વગેરે માટે “આબુ” ગુજરાતી, બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૩૦ થી ૩૨, ૪૧ અને ૮૩ થી ૮૭ જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org