________________
૨૮૬
અવલોકન. પાંચે કલ્યાણકની મિતિઓ આ પ્રમાણે છે–(૧) ચ્યવન જેઠ શુદિ ૯, (૨) જન્મ ફાગણ વદિ ૧૪, (૩) દીક્ષા ફાગણ વદિ ૦)), (૪) કેવલજ્ઞાન માહ શુદિ ૨ અને (૫) મેક્ષ અષાડ શુદિ ૧૪.
( ૬૭ ) સં. ૧૩૯૪ માં શાહ પૂન (પૂર્ણ) સિંહના પુત્ર ભમતીની ચૌદમી દેરીના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
( ૬૮ ) ભમતીની ચૌદમી દેરીના મૂળનાયકના પરિકરની ગાદી ઉપર આ લેખ દેલો છે. આ લેખ પ્રાચીન લિપિમાં ખોદેલે હોવાથી તેના કેટલાક અક્ષરો વાંચી શકાયા નથી અને કેટલાક અક્ષરેને અર્થ સમજવામાં આવ્યું નથી.
જેટલે ભાગ બરાબર સમજાય છે, તે આ પ્રમાણે છે –
સં. ૧૧૮૬ ના માહ શુદિ ૮ ને સોમવારે શેઠ વાચા કણગાના પુત્રો સિંહ (જિન) દેવ, સાઢ દેવ, જેસહર, શેઠ સાલિગના પુત્ર સાજણ અને શેઠ સહિય (શોભિત) ના પુત્ર પાસનાગ સહિત, એઓએ ભમતીની ચૌદમી દેરીના મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની પ્રતિમા કરાવી અને તેની શ્રીજયસિંહસૂરિના શિષ્ય શ્રીઅમેલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
* લે. ૧૦, ૧૧, ૧૮, ૨૫૪ અને ૪૦૫ માંના મંત્રી પૂન (પૂર્ણ ) કે સિંહ અને આ લેખમાંના શાહ પૂનસિંહ, એ બંને એક જ હોવાની સંભાવના થઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org