________________
( ૧૪ ) જ્યારે મારે સ ગ્રહ ૬૬૪ લેખેને હતું–છે. વળી શ્રીજિનવિજયજીના જે લેખો પ્રગટ થયા છે, તે, તે વિદ્વાન સમ્પાદકે જાતે જઈને લીધેલા નથી. પણ કોઈ કોઈની પાસેથી મળેલી રબીંગ કોપીઓ ઉપરથી મહેનત કરીને સમ્પાદન કર્યા છે. અને એ જ કારણ છે કે, એ લેખમાં ઘણી અશુદ્ધિઓ રહેવા પામી છે.
કેટલાક લેખના અવલોકનમાં તે બહુ મોટી ભૂલ પણ થવા પામી છે. જ્યારે કેટલાકમાં સામાન્ય ભૂલે છે. આમ થવાનું કારણ મૂળ શિલાલેખોના વાચનની અશુદ્ધતા છે. જ્યારે મારે સંગ્રહ, બિલકુલ જાતે અતિ પરિશ્રમપૂર્વક લીધેલા શિલાલેખેને હતછે.
એટલે આ બધી દષ્ટિએ વિચાર કરતાં, મારે એ નિર્ણય ઉપર આવવું પડયું કે-મારે સંગ્રહ પુસ્તકાકારે અવલોકન સાથે બહાર પડે તે તે વધારે ઈચ્છવા જોગ છે. અને તેથી ઉક્ત સંગ્રહ છપાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. ને વધારે શિલાલેખ પ્રાપ્ત થયા. વળી સં. ૧૯૯૨ના વૈશાખ મહિનામાં અચલગઢમાં શ્રી કષભદેવજીના મંદિર ઉપર ધ્વજાદંડ અને કળશની પ્રતિષ્ઠા થવાની હતી. આ પ્રસંગે મારે જવાનું થયું. એક મહિનાનો સમય મળ્યો. આ સમયમાં અચલગઢ ઉપરના શ્રી કુંથુનાથજીના મંદિરમાં સ્થિર કરેલી ધાતુની મૂર્તિઓના લેખો બાકી હતા તે પણ લેવાયા. આમ ૩-૪ વખતની મારી આબૂની યાત્રાના પ્રસંગે દેલવાડા અને અચલગઢના મળીને કુલ ૬ ૬૪ શિલાલેખોનો સંગ્રહ હું કરી શકે. નં. ૪૯૮ થી ૬૬૪ સુધીના શિલાલેખો, આ પુસ્તકનું અવલોકન છપાવવાનું શરૂ કર્યા પછી લેવાયા હેવાથી, એટલા લેખે સૌથી પાછળ અનુપૂર્તિ તરીકે આપવામાં આવ્યા છે. આ છે આ પુસ્તકની જન્મકથા !
એ વાત ખરી છે કે–ચાપિ આવા એક ઐતિહાસિક બહલેખસંગ્રહને માટે ભૂમિકા-પ્રસ્તાવનાની આવશ્યક્તા હતી, પરંતુ મેં બતાવ્યું છે તેમ–શિલાલેખોના સંગ્રહનાં બીજાં ઘણું પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org