________________
(૧૫) એ પુસ્તકમાં ઈતિહાસના સાધનભૂત–આવા શિલાલેખોના મહત્ત્વ સંબંધી ઘણું ઘણું લખાયું છે. એટલે એ જ વસ્તુને થોડાક ફેરફાર સાથે પ્રસ્તાવના રૂપે આલેખવી, એ એક જાતનું પિષ્ટપેષણ જ કહી શકાય, એટલે એવી પ્રસ્તાવના લખવાનું અહીં જતું કરવામાં આવ્યું છે. અને તેથી મારે અહીં જે કંઈ કહેવાનું છે તે આ પુસ્તકની અને તેને લગતી જ બાબતે સંબંધી છે.
અવલોકન. સામાન્ય રીતે શિલાલેખને અક્ષરશઃ અનુવાદ કરે, અને તેમાં પણ આવા શિલાલેખો કે જેમાં પ્રતિષ્ઠાનો સંવત, પ્રતિષ્ઠા કરાવનારનું કે કરાવનારનાં કુટુંબિઓનાં નામ અને પ્રતિષ્ઠા કરનાર આચાર્યના નામ સિવાય વધારે કંઈ હોતું નથી, તેનો અનુવાદ તે સાવ નિરુપયોગી અને નિરર્થક પરિશ્રમ કરવા રૂપ જ ગણી શકાય. પરંતુ આ સંગ્રહમાં ખાસ વિશેષતા છે. આમાં કેટલાક શિલાલે તે હેટી હોટી પ્રશસ્તિઓ રૂપ છે, કે જે પ્રશસ્તિઓમાં ખાસ ઇતિહાસ ભરેલું છે. ઘણા શિલાલેખો શ્લેકબદ્ધ છે, કે જેમાં વિસ્તૃત વર્ણન પણ છે, જ્યારે કેટલા શિલાલેખ સામાન્ય પણ છે. એટલે આ સંગ્રહમાં મારાથી બની શકહ્યું તેટલું વિસ્તારથી અવલોકન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામે, ગો તથા અમુક અમુક વ્યક્તિઓના સંબંધમાં લગભગ ૧૭૮ પુટનેટ અને ૧૭ જેટલાં વંશવૃક્ષે પણ આપ્યાં છે.
આમાં આપેલા ૬૬૪ શિલાલેખોની તારવણી કરીએ તે તે આ પ્રમાણે વિભક્ત કરી શકાય છે –
લેકબદ્ધ મોટી પ્રશસ્તિઓ ૨, ગદ્ય પ્રશસ્તિઓ ૩, શ્લોકબદ્ધ લેખો ૧૫ અને બાકીના ૬૪૪ ગદ્ય લેખો છે. - કુલ ૬૬૪ લેખમાંથી પ૬પ લેખે સંવતવાળા છે, ૧૧ લેખમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org