________________
( ૧૩ )
જે જે મહાનુભાવા મારા સંગ્રહને જોતા, તે બધા ય લગભગ એક જ સલાહ આપતા કે—આ સંગ્રહ, આવશ્યકીય અનુવાદ અને જરૂરી નેાટે સાથે બહાર પાડવા, રાજપૂતાના મ્યુઝિયમના કયુરેટર-પ્રસિદ્ધ ઇતિહાસકાર રાવબહાદૂર મહામહાપાધ્યાય શ્રીમાન ગૌરીશકર હીરાચંદ એઝાજીએ પણ આ સંગ્રહને જલદીથી છપાવી પ્રકટ કરવાની પ્રેરણા કરી. બેશક, આ જ સંગ્રહમાંના ઘણાખરા લેખો ઇતિહાસપ્રેમી શ્રીમાન કલ્યાણવિજયજી મહારાજે પણ સંગ્રહ્યા હતા. એટલે મારી અને તેમની–બન્ને તરફથી એક જ જાતના શિલાલેખાના સંગ્રહ બહાર ન પડે એ મારે જોવાનું હતું. પણ આ બાબતમાં તેએ સાથે કરેલા પત્રવ્યવહારથી મને લાગ્યુ કે–તે ખીજા ઐતિહાસિક કામેામાં રોકાએલા હોવાથી આ શિલાલેખાને જલદી બહાર. પાડી શકે તેમ ન્હોતા. વળી તેઓનું અવલેાકન તેમના પોતાની દૃષ્ટિએ હિંદીમાં લખાવાનું હતુ. એટલે મારી દૃષ્ટિએ, ગુજરાતી અવલેાકન સાથે, એમના કરતાં વધારે ભેગા કરેલા લેખાનું એક પુસ્તક બહાર પડે, તે એમાં ખોટું નથી, એમ ધારી મારા એ સંગ્રહને, વ્યવસ્થિત રીતે ગોઠવીને છપાવવા શરૂ કર્યો.
(
મારે આ સગ્રહ બહાર પાડવા અગાઉ મારે ઇતિહાસતત્ત્વવેત્તા શ્રીજિનવિજયજીના પ્રાચીન જૈન લેખસંગ્રહ 'ના ખીજા ભાગ તરફ પણ. ધ્યાન આપવાનું હતું. શ્રીજિનવિજયજીએ પોતાના આ ભાગમાં આમૂના કેટલાક લેખા પ્રગટ કર્યો છે. જો એમ છે તે પછી મારે આ સંગ્રહ. બહાર પાડવા નિરક હતા. પરન્તુ તપાસ કરતાં જણાયું કે તેમણે જે કઇ લેખા તેમાં આપ્યા છે, તેની સખ્યા ૨૦૮ ની છે. તેમાં-
લૂણવસહીના ૬૮ ( ૬૪ થી ૧૩૧ )
વિમલવસહીના ૧૧૮ પિત્તલહરના
ખરતરવસહીના
અચલગઢના
Jain Education International
८
૧૩૨ થી ૨૪૮ + ૨૭૧ ) ૨૪૯ થી ૨૫૬ ) ૬ ( ૨૫૭ થી ૨૬ર ) ૨૬૨ થી ૨૭૦ )
૨૦૮
For Personal & Private Use Only
www.jainelibrary.org