________________
४४४
દ્વારા જૈનાગમોને વાંચી શકે છે. આજ લાયબ્રેરી કે ઉપાશ્રય સિદ્ધાંતના પુસ્તકોથી છલકાઈ છે તેને યશ કેને છે ?
કહેવાની જરૂર નથી કે યૂ ગુરૂદેવજ તેના યશભાગી છે છરત અવસ્થાને કારણે કદાચ કઈ અર્થ ઘટનામાં ક્ષતિ રહી જવા પામી હશે? બાકી ખૂબ જાગૃતિ પૂર્વક જરૂર લાગે ત્યાં પૂ. સમર્થમલજી મહારાજ જેવા જ્ઞાની સંતોના અભિપ્રાય મેળવીને શકય એટલી શુધ્ધિ જાળવી છે. અને તેથી જ આજ અલ્પ અભ્યાસી પણ તેઓના વિવેચન યુક્ત સિધ્ધાંત વાંચી શકે છે. અને સંતોષ મેળવે છે.
આ તો ગુરૂદેવના જીવનનું એક અંગ જ વ્યક્ત થયું; આ સિવાય અનેક અનેક ગુણેથી યુક્ત તેમનું જીવન ખરે જ રનની ખાણુ જેવું હતું, તદન બાલ્યવયમાં ત્યાગનો પંથ સ્વીકારી આજ સુધી નિષ્કલંક ચારિત્ર પાળનાર આ મુનિ પુંગવના જીવનની પ્રત્યેક પણ પ્રેરણાની પરબ છે. કિશોર જેવી મુગ્ધ નિર્દોષતા, પ્રફુલ્લિત અને મુક્ત હાસ્ય તેજસ્વી અને મોટી મોટી આંખોમાં ઝળહળતી નિર્વિ કાર તિ, તપને ર્તિમય ઉજાશ સતત ચહેરાને લાવણ્ય બક્ષતા વેતવાળ વચ્ચે તામ્રવર્ણની આભા થી દીપતું લલાટ, અભિમાનીના ગર્વને ચૂર ચૂર કરવા પૂરતું હતું, આ તે થઈ બાહ્ય દેહની વાત, આંતરિક ગુણ સમૃધિમાં ત્યાગ, તિતિક્ષા, પરિતોષ, ક્ષમા, સહાનુભૂતિ અને કરુણાની સતત સરવાણી વહેતી,
આજ આપણે તેમને અંજલિ આપતાં એ બધું યાદ કરી છુટા ન થઈ શકીએ, તેમને સાચી શ્રધાંજલી તો એ જ છે કે તેમના આદર્શો ને અપનાવીએ, અને તેમના અધૂરાં રહેલા કાર્યો પૂરાં કરી અને ત્યાગને શોભે એવું તેમનું અમૂલ્ય ત્યાગરૂપ સ્મારક હૃદયે હૃદયે કેટરીએ,
આજ સમાજ નોઘારે બન્યો છે, છત્ર ગુમાવ્યું છે તેની ખોટ પૂરી શકાય તેમ નથી જ ત્યારે જ્ઞાનના ક્ષેત્રે તેમની સ્મૃતિમાં કઈક એવું કાર્ય આરંભીએ જેથી સો વર્ષ પણ કોઈ સમર્થમલજી મ. કે કઈ ઘાસીલાલજી ભ૦ જેવા તૈયાર થાય. અનંત જ્ઞાનીની પ્રસાદોનો વારસો જાળવનારને ઉકેલનાર કોઈક તેમાંથી જાગે અને ભાવિ પેઢીને માર્ગદર્શક બની શકે,
પૂ. ગુરૂદેવ તો દિવ્યલોકમાં વિશિષ્ટ શક્તિના પરિબળથી કદાચ સીમંધર સ્વામીના ચરણે સેવતા હશે, ? આપણે યાચના કરીએ છીએ કે જૈન સમાજ ને આપણુ બધાને સમ્યક દિશા સૂચન કરતા રહે અને જૈન શાસનની પ્રભાવને કાજે હૈયે સામ ભક્તિ પ્રગટાવતા રહે. અંતમાં પૂ. ગુરુદેવના આત્માની ચિર શાંતિ સિવાય બીજું માગવું પણ શું ? અક્ષર દેહ અમર ગુરૂદેવ તેમની અમીટ કીર્તિ અને કાર્યથી ચિરકાલ અખંડ અમરતાને વર્યા છે. મૃત્યુ તો તેને માટે મહોત્સવ હતું એ સૂત્ર પણ શીખવી ગયા છે. પૂ. ગુરૂદેવ ઘાસીલાલજી મહારાજને જય જયકાર છે.
શ્રી ઉપલેટા સ્થાનકવાસી જૈન સંઘ
શ્રદ્ધાંજલી કાવ્ય અંધારા હે ગયે અંધારા હે ગયે અબ હસનકા દિન, રોનકા બન ગયે..અંધારા. તુજ મુરત ખડી હૈ, નઝરમેં તુજ મુરત હૈ ખડી, તારા ચમકના હે રહા. એક ભાનૂ ચલ ગયે...અંધારા... અબ રોનક દિખાઈ દેતી હૈ. નકકે રાજા ચલે ગયે, ખિલેહિ ફૂલ બાગો મેં, એક માળી ચલ ગયે.... અધારા બંસી હમારે જ ઉઠીથી, એક બાવનાર ચલે ગયે ચિરાગ રહી કનૈયાકી (કનૈયાલાલજી મ.) સાગ
રમેં નવદીપ જલે અંધારા હસનેકા દિન હમારે આયે થે અબ તો વ દિન ગુજર ગયે. ખુશબો હમારી ચલ બસી. શિરતાજ
હમારે ચલ ગયે ... અંધારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org