SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ४४३ સર્વ પ્રેરણા મેળવી શાસનના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહે. સ્વર્ગસ્થના પૂનિત મહાન આત્માને અક્ષય સુખ પ્રાપ્ત થાઓ. એજ અભ્યર્થના શ્રી મણીનગર સ્થાનકવાસી જન સંધ સેવાભિલાષી ચંદ્રકાન્ત સી. બેંકર ઉપલેટા ૪–૧-૭૩ સુષ્ટિના ક્રમ મુજબ દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર પ્રકાશે છે. એવું કયારેય નથી બનતું કે બને સાથે વિલીન થઈ જાય. પરંતુ જેન શાસનમાં આજ લાગે છે. જાણે સૂર્ય અને ચંદ્ર અને વિલુપ્ત થઈ ગયા તા. ૧૭-૧૨-૭૨ ની ગોઝારી સવાર જેણે ભરૂઘર સંત શ્રમણ શ્રેષ્ઠ પંડિત પૂ. મુનિશ્રી સમર્થમલજી મહારાજ સા. ને ઝૂંટવી લીધા ! જૈન સમાજે આંચકે અનુભવ્યો. દુજી એ આચકો સભ્યો ન શો ત્યાંજ તા-૩-૧-૭૩ ને ગોઝારો દિન આવ્યો, જૈન શાસન દિવાકર શાસ્ત્રો ધારક પંડિત પ્રખર પૂ. શ્રીઘાસીલાલજી મહારાજ શ્રી કાયમને માટે ચાલ્યા ગયા અને જૈન સમાજમાં કાજળ ભૈર્યા તિમિરના ઓળા ઉતરી રહ્યા. ભરૂધર સંત, અજબ પુરુષાથી શાન્ત, દાન્ત, મહત્ત એ નર પુંગવ પણ મરૂભૂમિને પાવન કરતાં કરતાં સૌરાષ્ટ્રની ભૂમિમાં પધાર્યા હતાં. ઉગ્ર તપશ્ચર્યા ઉત્તમ ચારિત્ર અને અભૂત જ્ઞાન આરાઘના જેણે નજરે નિહાળી જૈન સમાજ અભિભૂત થયો હતો, કંતાનના એક ટુકડાં પર બેઠાં બેઠા મહાન પુરૂષાથી કર્મઠ નિષ્ઠાવાન એ સંતની જ્ઞાન આરાઘના જેણે નજરે નિહાળી છે. તે કદી તેને નહીં ભૂલી શકે. દુનિયાથી જ નહીં દુનિયાદારીથી પર-દૂર જગજનના છળ અને પ્રપંચથી દૂર, જગતના વ્યવહારે અને વિટંબણથી દૂર વિશ્વની વિષમતાથી દૂર, જ્ઞાન આરાધનાની અખંડ સાધનમાં બેઠેલા પ્રાજ્ઞ પુરૂષ પુર્વના કોઈ મહર્ષિની યાદ અપાવતા જૈન સમાજ માટે તેમણે જે કાર્ય કર્યું છે તે કદાચ અજોડ જ નહીં પણ અનુપમ છે. સ્થાનકવાસી જૈન સમાજમાં એક અને અદ્વિતીય કાર્ય તેમનું છે તેમ કહેવામાં અમને જરાયે સંકેચ નથી. વિશ્વમાં જ્યારે મૂલ્યનેહાસ અને ભૌતિકવાદની ભય જાલ ફેલાઈ ગઈ છે. ત્યારે જીનેશ્વર ભગવંતની વાણીનું યથાર્થ ઘટન કરી, સમાજ ને સુબોધ અને સુરૂચિ પૂર્ણ સર્વ આગમોના રહસ્ય ને સંસ્કૃત હિંદી અને ગુજરાતી ભાષામાં ઉતારનાર આ મુનિ શ્રેઇનું મૂલ્ય સાહિત્યના ઇતિહાસમાં પણ બહુમૂલ્ય છે, આ ભગીરથ કાર્યમાં અનેક વિટંબનાઓ આવી પણ સ્થિતપ્રજ્ઞ બની એ અડીખમ ઉભા જ રહ્યા ન ડગ્યા, ન હઠયા, ન થાક્યા, ન કંપ્યા, અને કાંટાળ્યા પણ નહીં, બસ કાર્ય કરતાં જ રહયાં, ન ટાઢ જોઈ ન તાપ, ન સુધાં, ન તૃષા, જાણે પિતાનો જન્મ જ એ કાર્ય માટે થયો હોય તેમ આજીવન અખંડ આરાઘક રહ્યા. અંતે કાર્ય પુરૂ થયું, કાળ જાણે વાટ જોઈને જ બેઠો હતો. ભગીરથ કાર્ય અથાગ પરિશ્રમના અંતે પૂર્ણ થયું ન થયું કાળે ઝપાટામારી, દીપ બુઝાઈ ગયે અંધારું છવાઈ ગયું. કર્મોસમના વાદળ પણ નભ ને આવરી રહયા હતા. સુર્ય જાણે મુખ છુપાવી ગયે હતો. સાના મન આશંકા અનુભવતા હતા, ઝાંખી દિશા અને ધુંધળુ વાતાવરણ અનિષ્ટના ઓળા દેખાતા જ હતા, રેડીયો પરથી રીતે થયું જૈન જ્યોતિ ધર જાહેર...... લાગે છે. જૈન સમાજનું પુન્ય ખુટયું છે. પાપ પ્રગટયું છે. નહીંતર માત્ર ૧૫-૧૭ દિવસમાં બે બે મહારથી એકી સાથે ખુંચવાઈ જતાં જોવાનું તેને નસીબે ન આવે ! પૂ. ઘાસીલાલજી મહારાજે કરેલા સમાજ પર ઉપકારનું ઋણ સમાજ કદીએ વાળી શકે તેમ નથી, આજ એક એક ઘર આગમ વાણીથી પરિચિત બની શકયું, એક એક જૈન ગુજરાતી હિન્દી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003976
Book TitleGhasilalji Maharaj ka Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRupendra Kumar
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages480
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy