________________
૪૪૨
શ્રીવાસીલાલજી મહારાજ આમ ત્રણ જૈન ધર્મના સ્તંભો એક મહિનામાં કાળધર્મ પામ્યા તેથી જૈન સમાજને મોટી ખોટ પડી છે. જે ખેટ પુરાય એમ નથી. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એજ અભ્યર્થના
લી નાથાલાલ ઝવેરચંદ કામદારના જયજીનેન્દ્ર
મણીનગર તા–૧૧–૧-૭૩ શ્રી સરસપુર સ્થાનકવાસી જૈન સંઘ લિઃ શ્રી મણીનગર સ્થાનકવાસી જૈન સાધનાસિદ્ધિ મહિલા મંડળના જયજીનેન્દ્ર વાંચશે.
વિ. આપણું પરમ પૂજ્ય શાસ્ત્રવિશારદ આગમોદ્ધારક જૈન શાસનના તેજસ્વી સિતારા, જૈન દિવાકર; વયસ્થીર, જ્ઞાનસ્થવોર. પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ શ્રી ને સંથારે સિયાના શોક જનક સમાચાર જાણનાં સમસ્ત શ્રી મણીનગર જૈન સમાજમાં શોકની ઘેરી લાગણી પ્રસરી ગઈ હતી. એક મહાન સંત પુરુષની ચિરવિદાયથી આ બાલ-વૃદ્ધ સૌ ગમગીન બની ગયા હતાં
સ્વર્ગસ્થ મહાપુરૂષના ગુણુનુવાદ ગુણગ્રામ કરી તેઓશ્રી ને સદ્ધાંજલી અર્પવા શ્રી મણીનગર સ્થા. સમાજની સમસ્ત બહેનેની ખાસ સભા આજે રાખવામાં આવી હતી જેમાં તેઓ શ્રી ના ગુણગ્રામ કરી ચાર લેગસનો કાઉસગ્ન કરીને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. પ્રમુખ શ્રી ચંચળબેન સખીદાસે સ્વ. ના જીવન વિષે ધ્યાન આપીને જણાવ્યું હતું કે સ્વ. પૂ. શ્રી ઘાંસીલાલજી મહારાજ શ્રીએ શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરીને ચિરસ્મરણીય ઇતિહાસ સર્જ્યો છે. જન સમાજ તે માટે તેઓનો ખૂબ ઋણી છે. પ્રમુખ શ્રી એ શ્રદ્ધાંજલો ઠેરાવ રજુ કરેલ જે સર્વાનુમતે ઉંડી ખેદની લાગણી સાથે પસાર કરવામાં આવ્યો હતો
પ્રમુખ ચંચળબેન સખીદાસ
મણીનગર ૭-૧-૭૩ શ્રી સરસપુર સ્થાનકવાસી જૈન સંધ લિઃ શ્રી મણીનગર સ્થાનકવાસી જૈન સંઘના જય જિનેન્દ્ર વાંચશોજી. વિ. આપણા પરમ પૂજ્ય શાસ્ત્ર વિશારદ આગમોદ્ધારક જૈન શાસનના તેજસ્વી સિતારા જૈન દિવાકર. વયસ્થીર. જ્ઞાનવીર પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ શ્રી નો સંથાર સિઝયાના શોકજનક સમાચાર જાણતાં સમસ્ત શ્રી મણી નગર સંઘમાં શોકની ઘેરી લાગણી પ્રસરી ગઈ હતી. એક મહાન સંત પુરુષની ચિર વિદાયથી અબાલ વધ સહુ ગમગીન બની ગયા હતાં.
સ્વર્ગસ્થ મહાપુરૂષના ગુણનુવાદ ગુણગ્રામ કરી તેઓશ્રીને શ્રદ્ધાંજલી અર્પવા મણીનગર સંઘની ખાસ સભા આજે યોજવામાં આવી હતી, જેમાં તેઓશ્રીના ગુણગ્રામ કરી ચાર લેગસને કાઉસગ્ગ કરીને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ સી. બેંકરે સ્વ૦ ના જીવન વિષે બયાન આપીને જણાવ્યું હતું કે સ્વ. પુજ્ય શ્રી ઘાસીલાલજી મ. શ્રી એ શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરીને ચિરસ્મરણીય ઈતિહાસ સર્જ્યો છે. જેને સમાજ તે માટે ખૂબ જ તેઓશ્રીને ત્રાણી છે. પ્રમુખ શ્રી એ શ્રદ્ધાંજલી ઠરાવ રજુ કરેલ. જે સર્વાનુમતે ઉંડી ખેદની લાગણી સાથે પસાર કરવામાં આવ્યો હતો.
શ્રદ્ધાંજલી ઠરાવ આપણા પરમ પૂજ્ય જૈન શાસન પ્રભાવક. શાસ્ત્ર વિશારદ, આગદ્ધારક વયસ્થવીર. વિરલ વિભૂતિ મહાપુરૂષ પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ શ્રી તા ૩-૧-૭૩ ના રોજ સ્વર્ગવાસ પામતા મણીનગર સકલ સંધ ઉંડી ખેદની લાગણી અનુભવે છે.
શાસ્ત્રોદ્ધાર બાબતને તેઓ શ્રી એ કરેલ મહાન ઉપકાર જૈન સમાજમાં ચીરસ્મરણીય રહેશે. જૈન સમાજ તે વિસરી શકશે નહીં, તેઓ શ્રી ની ખોટ નજીકના ભવિષ્યમાં પૂરી શકાય તેમ નથી. સમસ્ત મણીનગર સંઘ તેઓ શ્રા સ્વર્ગવાસ બદલ શક (દીલગીરી) જાહેર કરે છે. તેઓ શ્રીના જીવનમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org