________________
શ્રી સંઘ ધોલેરા બંદર
તો-૫-૧-૭૩.
ધોલેરા શ્રીમાન શ્રેષ્ઠીવર્ય સુશ્રાવક નવકાર મંત્ર આરાધક દેવ ગુરૂ ધર્મના આસ્થીક પરમ શ્રદ્ધાવંત શેઠ શ્રી ભોગીલાલભાઈ સરસપુર સ્થાનકવાસી જૈન સંઘ સમસ્ત સરસપુર (અહમદાવાદ)
ધોલેરા થી લિ. શેઠ ચત્રભુજ ઘારશી તથા મણીલાલ ડુંગરશીત બહુમાન પૂર્વક જ્યજીક સ્વીકારશોજી.
વિ. આજે રેડિયો તથા પેપર દ્વારા જાણવા મળ્યું કે આપણે સમાજના મહાન વિદ્વાન પ્રખર તેજસ્વી, બાળબ્રહ્મચારી અનેક સિદ્ધાંતોનાં જાણુ પરમ પુજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કાળ ધર્મ પામ્યા છે.
સમાજમાં આજે સાધુ પુનીરાજેની ખુબજ જરૂર છે. સાધુ સમાજ અંશતઃ ઘણે ઓછો છે તે માંય આવા પ્રખર તેજસ્વી મુનીરાજો જવલે જ છે તે ખેટ સમાજને ખૂબ જ શાલશે.
અંગે સંઘ તરત જ એકઠી થઈ સૌ ભાઈઓ એ પિત પિનાના કામ ધંધા ચોવીસે કલાક બંધ કરી, સદ્દગત પુજાભાની ચીર શાંતિ ઈચ્છી ધર્મ આરાધના કરેલ છે અને સાથેના પત્ર મુજબ ઠરાવ કરેલ છે. ત્યાં બીરાજતા પુજય પં. મુનિ શ્રીકવૈયાલાલજી મહારાજ આદિ ઠાણાને અમારા સંધવતી યથાવિધ વંદણા કરી સુખશાતા પુછશે. અવિનય બદલ ક્ષમા ધીરૂભાઈ સંધવીના જયજીનેન્દ્ર
આજ રોજ ઉપરોક્ત સંઘની જનર મીટીંગ મળી હતી જેમાં પુજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાબના કાળધર્મ સમાચાર અંગે નીચે મુજબને ઠરાવ થયેલ છે. અને સૌ સમાજના ભાઈઓએ પિત પિતાના કામ ધંધા બંધ કરેલ છે. ઠરાવ ૧
પરમ પુજ્ય પુજનીય વંદનીય, શાસ્ત્રવિશારદ બાળ બ્રહ્મચારી, તપસ્વી. તેજસ્વી શાસન સમ્રાટ પૂજય ઘાસીલાલજી મહારાજના કાળધર્મનાં સમાચાર જાણ આ સંઘ ઉડી આઘાતની લાગણી અનુભવે છે. સદ્દગત પૂન્યાત્માએ અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી સમાજ ઉપર મહાન દયા કરી ભાષાકીય પરીવર્તન સુ-યોગ્ય અને સુવાચ્ય બને તેમ શાસ્ત્રોદ્ધારનો કાર્ય કર્યો છે. અને લાગ લગાટ અનેક વર્ષો તે કામ ફક્ત સમાજના હિત ખાતર કરી સમાજ ઉપર ઉપકાર કર્યો છે. તે અવિસ્મરણીય રહેશે. આવી વીરલ વિભૂતીના કાળધર્મના સમાચાર એ સમાજ માટે આજના યુગમાં મહાન ખોટ સમા છે.
સદ્દગત પૂન્યાત્માને કેટી કેટી વંદન સાથ શાસનદેવને પ્રાર્થના કે પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ વક્ષે. ઉપરોક્ત ઠરાવ કરી અનેક સમાઈક કરી સૌ વિખરાયા હતા
જયંતિલાલ હી. શેઠ ધીરૂભાઇ સંઘવી
રાણપુર તા. ૫-૧-૭૩ પ્રમખ તથા માનદ મંત્રી શ્રી આદી સ્થાનકવાસી જૈન સંધ સમસ્ત સરસપુર, અમદાવાદ, વિ આપણા સંપ્રદાયના પૂ. આચાર્ય ગુરૂદેવ શ્રીવાસીલાલજી મ. સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર પેપર દ્વારા વાંચી અમારા શ્રી સંઘને દારૂણ (દુઃખદ) આંચકો લાગ્યો છે અમારે ત્યાં બે ચાતુર્માસ થયા તેથી અમે તેમના ઋણી છીએ.
પૂજ્ય શ્રી ના કાળધર્મ પામવાથી સ્થા. જૈન સમાજનો હનુર હીરે ચાલ્યો ગયો છે. આ ખોટ પૂરી શકાય તેમ નથી પુજ્ય પં. રન મ. શ્રીકન્ડેયાલાલજી મ. સા. ને પણ ગુરૂદેવની મોટી ખોટ પડી ગઈ છે.
સ્વ.ના માનમાં અમારા શ્રી સંઘે આજે બપોરે વેપાર રોજગાર બંધ રાખી પાખી પાળી હતી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org