________________
અમને સમાચાર મેડા મળ્યા નહિંતર જરૂર પાલખીમાં આવા. દરેક મ. સા. ને અમારા શ્રી સંઘ વતી વંદણા કરી સુખશાતા પૂછશે.
લિ. રસીકલાલ પાટડિયા માનદમંત્રી શ્રી સ્થા. જૈન સંઘ રાણપુર
સાબરમતી તા, ૭–૧-૦૩ પ્રતિ શ્રી સંઘપતિ સરસપુર. સ્થા. જૈન ઉપાશ્રય
પશ્મ પુજય પંડિતરત્ન શ્રી આણોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબનાં દેહવિલયથી જૈન સમાજને ન પૂરાય તેવી મહાન ખોટ પડી છે પુજ્ય શ્રીનાં કાળધર્મથી અમે સૌએ અત્યંત આઘાતની લાગણી અનુભવી છે. સ્વર્ગસ્થઆત્માને પરમશાંતિ પ્રાપ્ત થાય તેવી યુવક મંડળના સભ્યો પ્રાર્થના કરે છે. લિ ઃ દીલીપ જે શાહ મંત્રી શ્રી. સ્થા. જૈન. યુવક મંડળ સાબરમતી,
વડાલા-મુંબઇ તા. ૧૩–૧-૭૩ સ્નેહી મુરબી શ્રી ભેગીલાલભાઈ છગ્ગનલાલભાઈની સેવામાં મુબઈથી લિ : બગડીયા જગજીવનદાસ રતનસીના જયજીનેંદ્ર
વિ. પૂજય આચાર્ય શ્રી પરમ ઉપકારી શાસનના શણગાર સમા તેઓશ્રીની ખેટ કદી પુરી થશે નહીં. મારે અંતરાયકર્મના ઉદય તે વખતે હું મુંબઈ હતો ને અહીથી જયંતીલાલભાઈ મશ્કરીયાજીની દિક્ષાના ટાઈમ વગેરે નકકી કરવાનો તેથી રોકાયેલ હો, હવે પૂ શ્રી ને સંથારાના ખબર અમારા પુત્ર ભેગીલાલ તથા કાનિતભાઈ એ આપ્યાને મને તેડાવેલ, પરંતુ સાંજે પ્લેનની ટીકીટ જ ન મલી રાત્રીના સમાચાર મલી ગયા કે પુ. ગુરૂદેવે ચિર વિદાય લીધી સમાચાર મળવાથી ઘણું જ હૃદયને (દુ:ખ) આઘાત થયો, આજે ૨૮ વર્ષથી પૂ. ગુરૂદેવની અવાર નવાર સેવા કરવાને અને દરેક મીટીંગમાં હાજરી આપી દર્શનનો લાભ મળ્યા કરતા હતા, પ્રથમજ પૂ ગુરૂદેવ આદી તપસ્વી સંત પં. પૂજ્યમુનિ શ્રી કનૈયાલાલજી મહારાજનું દામનગર ચાતુર્માસ કરાવડાવ્યું, પાલનપુર બે દિવસ રોકાઈને દામનગર વિહારની વીનંતી કરી નકકી કરાવેલ તે બધી તાજી યાદ આવે છે.
હવે પરમ પૂજ્યમુનિશ્રી કનૈયાલાલજી મહારાજ સાહેબે પણ આપણું શાસ્ત્રોદ્ધાર સમીતી ઉપરઅને શ્રીસંઘ ઉપર ધણો જ ઉપકાર કરેલ છે તેમને પ્રબલ પુરૂષાર્થ આ પણ શાસ્ત્રના કાર્ય પુરૂં કરવામાં જમ્બર હીસ્સો છે. શાસન દેવ તેમનું આયુષ્ય લાંબુ અને સ્વાથ્ય સારું રાખે તેવી પ્રાર્થના છે, પૂજય શ્રી કનૈયાલાલજી ભ૦ ને વંદના કરી સુખશાતા પુછશે, અને તેઓ શ્રી પણ મહાન જ્ઞાની છે ને હીંમત રાખી રહે, તીર્થંકર ભગવાનને પણ આયુષ્ય કર્મ પુરું થયે વિરહ થાય જ છે મને પણ રડવું આવી ગયેલ, પછી તેમની શ્રદ્ધાંજલી પત્રીકા દામનગર થઈને આજે અહીં વાંચતા વધારે રડવું આવ્યું. તેમજ તેમનું જીવન ચરિત્ર પણ વાંચ્યું, તેઓ શ્રી તે અમર થઈ ગયા વૈમાનીક ગતીમાં પહોંચ્યા હોય જ ને કર્મો બાકી રહે તે પાછા મહાવદેહ ક્ષેત્રને મનુષ્યગતિને ભવ લઈ ફરી ચારિત્ર અંગીકાર કરીને નજીક ભવમાં મોક્ષ સાધી લેશે તેમાં શંકાને સ્થાન જ નથી.
લી : જગજીવનદાસ બગડીયા
- ભાવનગર તા. ૧૦-૧-૧૯૭૩ ભાવનગર શ્રી સંઘની શ્રદ્ધાંજલી મહેરબાન પ્રમુખ શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org