________________
પાટણના રાજા ભીમને ભોજરાજ આવ્યાની ખબર થતાં તેણે તેની પાછળ સિન્ય દેડાવ્યું પણ ભેજરાજ હાથ લાગ્યા નહીં. ત્યારપછી પાટણ લેવાની ઈચ્છાથી ભોજરાજાએ પ્રથમ દૂતારા પાટણની માગણી કરી. છેવટ યુદ્ધને પ્રસંગ આવ્યો. તે વખતે ભીમરાજ પાસે વિમળ નામને દંડનાયક હતું. તેના બળથી ભીમે ભેજરાજાનો પરાજય કર્યો. ભોજરાજા નાશી ગયા. ફરીથી ભોજરાજાએ પાટણપર ચડાઈ કરવાની તૈયારી કરી. તે વાત કે વેપારીના કાગળપરથી કર્ણ પરંપરાએ ભીમરાજા પાસે પહેચી. તેની ખાત્રી માટે ભીમરાજાએ પિતાને ચર પુરૂષ ધારાનગરીમાં મેક. તે અરસામાં ભીમરાજા સાથે વિમળને કોઈ કારણસર વિરોધ થવાથી તે વિમળ પાટણને છોડી ચંદ્રાવતી નગરીમાં જઈને રહ્યો. પછી ધારાનગરીથી પાછા આવેલા ચરના મુખથી ભોજરાજાની મોટી તૈયારી સાંભળી ભીમરાજા ખેદ પામ્યા. તેમાં પણ વિમળ નહીં હોવાથી તેણે જીતવાની જરાપણું આશા રાખી નહીં; તેથી વિમળને મનાવી લાવવા માટે ભીમરાજાએ પોતાનો મંત્રી મોકલ્યો. મંત્રીએ જઈ વિમળને ઘણો સમજાવ્યું તે પણ તે આવ્યો નહીં; તેથી ભીમરાજા વધારે ગભરાય. છેવટ ભોજરાજાને આવતા અટકાવવા માટે ઘણું ઘણું વિચારે કરી ડામર નામના દૂતને તે કાર્ય સોંપ્યું. ડામરને જતી વખતે ભીમરાજાએ વારંવાર ભલામણ કરવા માંડી તેથી ઉદ્વેગ પામેલે ડામર તેને કાંઈક અવળો ઉત્તર આપી ચાલતો થયે: તેથી ભીમરાજાને તેના પર અતિ ક્રોધ ચડ્યો. તરતજ તેને મારી નાંખવાના ઇરાદાથી શીધ્રપણે ધારાનગરીમાં ભોજરાજા ઉપર એક ખાનગી લેખ લખી બીજા ચરને ત્યાં મોકલ્યો. તેમાં ડામરને મારી નાંખવાનું લખ્યું હતું, પરંતુ ભોજરાજા ચતુર હતા તેથી જ્યારે ડામર આવ્યો ત્યારે તેને માર્યો નહીં પણ તેને ભીમરાજાને આ કાગળ લખવાનું કારણ પૂછ્યું. ત્યારે ડામરે યુક્તિથી જવાબ આપી ભેજરાજાને પ્રસન્ન કર્યા. તેથી ભેજરાજાએ તેને વરદાન આપ્યું, તે તેણે સમયે માગવાનું કહી સ્થાપી રાખ્યું, અને પ્રસંગોપાત હિતકારક તથા મનહર વચનવડે ભેજરાજાને તે અતિ વિશ્વાસુ બને. એકદા ભોજરાજાએ યાત્રાભેરી વગડાવી સૈન્ય એકઠું કરી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. કેટલાક પ્રયાણ કર્યા પછી એકદા રાત્રોએ ત્યાં નાટકનું પિટક નાટક કરવા આવ્યું. તેમાં તેમણે રાજવિડંબન નામનું નાટક શરૂ કર્યું. તેમાં જે જે રાજા યુદ્ધમાં પરાજય પામી વિડંબના પામ્યા હતા તેમને વેષ યથાર્થ રીતે ભજવવા લાગ્યા. અનુક્રમે તેલ દેવનું નાટક આવ્યું. તેમાં તૈલપદેવ મુખમાં તૃણ લઈ મુંજરાજાને પ્રણામ કરે છે એવો દેખાવ જોઈ ભોજરાજાએ હસીને ડામરને કહ્યું કે “હે ડામર ! તે પ્રથમ કર્ણાટકના રાજાને જે હતું તે જ આ બરાબર છે કે નહીં ? ?' તે સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org