________________
બીજા અધિકારમાં ભોજને પ્રધાનોએ રાજ્યાભિષેક કર્યો. તે વખતે તેની ઉજયિની નગરીની અનર્ગળ સમૃદ્ધિ સાંભળી કઈવેપારી તે નગરીની પ્રસિદ્ધ અન્યથા કરવા માટે રેતીની પિઠે ભરી ત્યાં આવ્યો. કોઈએ તે રેતી લીધી નહીં; તેથી તે નગરીની પ્રસિદ્ધિની નિંદા કરતો તે વેપારી વેશ્યાના ચૌટામાં ગયે. તેના મુખથી નગરીની નિંદા સાંભળી ધારા નામની વેશ્યાએ તે વેપારીની કહેલી શરત પ્રમાણે તેની સર્વ રેતી ઉંધા અરિસાએ લઈ ચત્તા અરિસાએ તેલ આપી તેને છેતર્યો. વેશ્યાએ તે રેતીનો ઢગલે નગરી બહાર કરાવ્યો હતો. તે રાજાના જોવામાં આવતાં તેના પૂછવાથી રાજસેવકેએ તેને વૃત્તાંત રાજાને કહ્યો. ત્યારે રાજાએ પ્રસન્ન થઈ વેશ્યાને બોલાવી વરદાન આપ્યું વેશ્યાએ તે રેતીના જ ઢગલા ઉપર પોતાના નામની નગરી વસાવવા વરદાન માગ્યું, તેથી રાજાએ તે રેતી ઉપર ધારા નામની નગરી વસાવી. આ પ્રમાણે ધારાનગરીની ઉત્પત્તિ બતાવી છે. પછી રાજાએ ધારાનગરીમાં જ રાજધાની સ્થાપી. ધારાનગરીમાં ઉંચ નીચ સર્વ જાતિના પુરૂષો, સ્ત્રીઓ અને દાસીઓમાં કોઈપણ અવિદ્વાન હતું જ નહીં, તે બાબત પારાધિની સ્ત્રી તથા ભરવાડની સ્ત્રી વિગેરેના પ્રબંધો પણ આપેલા છે. એકદા ભેજરાજાએ ધારાનગરીની સુંદરતાનો ગર્વ કર્યો, તે વખતે ત્યાં બેઠેલા ગુર્જર દેશના એક ચારણે રાજાને ગર્વ ઉતારવા માટે ગુજરાતના અણહિલ્લપુર પાટણની સુંદરતા વિશેષપણે વર્ણવી. તેની વસ્તીના વિસ્તારનું વર્ણન કરતાં કહ્યું કે, એક ભીમ નામનો મારવાડી પિતાની સ્ત્રી સહિત પાટણમાં આવ્યા હતા, તેમાં તે દંપતી જુદા પડવાથી તે બન્ને પરસ્પરની શોધ માટે છે માસ ફર્યા છતાં ભેગા થયા નહીં. છેવટ સ્ત્રીની અરજથી રાજાએ તેની જેવા
જ ભીમ નામના માણસ ભેળા કર્યા તે પણ પાંચસે થયા. તેમાંથી તે સ્ત્રીએ પિતાના પતિ ભીમને ઓળખી કાઢયે. આવા કારણથી તે પાટણ નરસમુદ્રનું બિરૂદ પામ્યું હતું. તે ઉપરાંત વિદ્યામાં પણ પાટણ જેવું કંઈપણ નગર નથી, કેમકે સરસ્વતી દેવી પણ છતાઇને નદીરૂપે ત્યાં સાક્ષાત્ વહે છે. વળી તે પાટણની સમૃદ્ધિનું વર્ણન કરતાં ઉત્તમ જાતિના કેશરના વેપારીનું દૃષ્ટાંત આપ્યું છે તે વાચક વર્ગને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું છે. તેમજ પાટણમાં ઉત્તમ કળાવાન પુરૂષો પણ વસે છે તેનું વર્ણન પણ દષ્ટાંત સહિત આશ્ચર્ય. કારક આપ્યું છે. આવી પાટણની પ્રશંસા સાંભળી ભોજરાજાએ પોતાના એક વિદ્વાન બ્રાહ્મણ દ્વારા લેક મેકલી તેની પરીક્ષા કરાવી. પછી ભોજરાજા જાતે ગુપ્ત રીતે પાટણ જેવા ગયા. ત્યાં નગર બહાર ચાર પાણીઆરીઓની જ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામી પિતાની નગરીમાં પાછા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org