________________
સમય જાણ ડામરે જવાબ આપે કે-“હે રાજન! ખરેખર તે જ આ તૈલપદેવ છે; પરંતુ મુજ રાજાનું મસ્તક તેના હાથમાં નથી તેટલી ખામી છે.” તે સાંભળી ભેજરાજાને પોતાના કાકા મુંજનો વધ સ્મરણમાં આવ્યું. તરતજ તેને તૈલપદેવ પર ક્રોધ ચડ્યો અને તેનું વેર લેવાનો નિશ્ચય થયો. તેથી તેણે સર્વ લશ્કર કર્ણાટક દેશ તરફ ચલાવ્યું. ગુજરાતનું ક્ષેમ થયું જાણું ડામર ખુશી થયો. અનુક્રમે ભોજરાજા કર્ણાટક દેશમાં આવ્યા, તૈલપદેવ પણ સત્ય સહિત તેની સન્મુખ આવ્ય, યુદ્ધ શરૂ થયું. છેવટ તૈલપદેવનું સૈન્ય ભાંગ્યું એટલે તે રાજા પોતાના નગરમાં નાસીને પેસી ગયો. ભોજરાજાએ સૈન્યવડે તેના નગરને રોધ કર્યો. એક દિવસ ડામરે કૃત્રિમ કાગળ લખી ભોજરાજાને તે કાગળ વંચાવ્યું. તેમાં ભમરાજા ધારાનગરી ઉપર ચડાઈ કરવા જાય છે માટે ડામરને બોલાવે છે એવી હકિકત હતી. તે જાણું ભજે ગભરાઇને ડામરને જ મત પૂછો. ડામરે કહ્યું “અહીંથી જીત્યા સિવાય જવું યોગ્ય નથી, અને તેટલામાં ભીમરાજ માલવ દેશ ઉજજડ કરશે, માટે હાલ તુરત ભીમરાજાને અટકાવવા માટે તેને કોઈ દંડ તરીકે ભેટ મોકલે.” તે સાંભળી ભજે તેને જ ભેટ સહિત મોકલ્યો. અહીં તિલપદેવને વશ કરી ભોજરાજા પિતાની નગરીમાં ગયા. ડામરે સર્વ હકિત ભીમ રાજાને કહીને તેને પ્રસન્ન કર્યો. ઇત્યાદિ હકિકત ઉપરાંત છેવટ કુળચંદ્રને પ્રબંધ આપી બીજો અધિકાર કર્તા પૂર્ણ કરે છે.
ત્રીજા અધિકારમાં પ્રથમ કુસંગને લીધે ભોજરાજાની કૃપણુતા દેખાડી છે, તેને કોઈ વિદ્વાન બ્રાહ્મણે ઉપદેશ આપે તેથી રાજા દાન દેવામાં પાછા પ્રવૃત્ત થયા છે. તેમાં તેણે ગોપાળ વિગેરે ભાષાની કવિતા કરનારાઓને પણ ઘણું દાન આપ્યું છે. મંત્રીઓના નિષેધ કર્યા છતાં રાજા દાનથી પાછા હઠતા નથી. તે રાજાને કઈ યોગીના સમાગમથી સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પછી ભેજરાજા સાભાગ્યસુંદરીને પરણે છે. તેના પર અસત્ય શંકા થવાથી રાજા તેણીને દેશનિકાલ કરે છે, પરંતુ મંત્રી યુક્તિથી તેણીને ગુપ્ત રીતે રાખે છે. પછી પ્રસંગ આવ્યે મંત્રી તેણીની પવિત્રતાની ખાત્રી કરી આપે છે. તેણીને માથેથી કલંક ઉતરે છે અને રાજા તેણીને ઉત્સવપૂર્વક પુરપ્રવેશ કરાવે છે, ત્યારપછી ભોજરાજ મદનમંજરી નામની બીજી રાણીને પરણે છે. આ પ્રમાણેની ત્રીજા અધિકારમાં હકીકત છે.
ચેથા અને પાંચમા અધિકારમાં કેવળ કવિઓનાજ પ્રબંધ છે. એટલે કે તેમાં ભોજરાજાએ વિદ્વાન કવિઓને તેમની કવિતાઓ સાંભળી અનર્ગલ દાન આપ્યું છે, એ હકીકત સવિસ્તર આવે છે. તેમાં પણ પાંચમાં અધિકારમાં ભેજરાજાને દાન સંબંધી ગર્વ ઉતારવાને પ્રસંગે તથા એક બ્રાહ્મગુના ક્ષેત્રમાંથી નીકળેલા સિંહાસનને પ્રસંગે સંક્ષેપથી વિક્રમ રાજાની ઉદારતાનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org