________________
(૫૮)
ભેજપ્રબંધ ભાષાંતર. પાસે મરાવે છે, તે આ કપટનાટક શું હશે ?” એમ વિચારી તેણે ડામરને પૂછ્યું કે-“હે ડામર ! તારે ભીમની સાથે મનથી મેળાપ છે કે નહીં?” તે બોલ્યો-“હે રાજેંદ્ર! તેમાં કોઈ શંકા જ નથી. કારણકે પૂર્વપુણ્યના પ્રભાવથી નિરંતર પ્રસન્ન ચિત્તવાળો શ્રી ભીમરાજા હમેશાં મારે પહેરામણું વિગેરેથી ઘણે સારો સત્કાર કરે છે. કહ્યું છે કે-રાજાની, વૈદ્યની અને ગુરૂની દષ્ટિ અનુક્રમે દારિદ્ય, વ્યાધિ અને પાપને નાશ કરનારી છે; પરંતુ તે ભાગ્યને ઉદય હેય તેજ કેઇના ઉપર પડે છે.” રાજાએ કહ્યું–જે એમ છે તો તેણે મારાપર લેખ મેલી તને મારે હાથે મારી નાંખવાનું કેમ લખ્યું ?” તે સાંભળી ડામરે વિચાર્યું કે-“આ વાત સત્ય જ હોવી જોઈએ, મારા ઉદ્ધત વચનથી રાજાએ કેપ પામી મારા ઘાતને માટે લેખ મોક હશે; કેમકે રાજાને સામે જવાબ પણ ન અપાય, તો તેવું કઠેર વચન તે કેમ જ કહેવાય ? કહ્યું છે કે “ રાજા, શેઠ, બાળક, વૃદ્ધ, તપસ્વી, વિદ્વાન, સ્ત્રી, મૂખ અને ગુરૂ એટલાને વિદ્વાન માણસે સામો ઉત્તર આપ ન જોઈએ.” ભલે ભીમે તે લેખ મોકલ્યા, પરંતુ હું તો મારા આત્માનું રક્ષણ કરીશ, અને ભીમરાજાનું કાર્ય પણ કરીશ.” એમ વિચારી તે બોલ્યો કે “હે રાજેદ્ર ! ભીમરાજા મને તમારી પાસે મરાવે છે તેમાં કારણ છે.” રાજાએ પૂછયું-“શું કારણ છે ?” તેણે કહ્યું- હે રાજન ! જે કે પોતાની સ્ત્રી, આહાર, પુણ્ય, દ્રવ્ય, ગુણ, દુષ્કર્મ, કર્મ અને વિચાર એટલાને બીજા પાસે પ્રગટ ન કરવા જોઈએ તોપણ આ મંત્ર-વિચાર મધ્યમ હોવાથી આપની પાસે કહે છું, પરંતુ મારું એક વચન આપે પાળવું જોશે.” રાજાએ તે કબુલ કર્યો, ત્યારે તે બોલ્યો કે સાંભળે. રાજાએ સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયોને જાણનારા હોય છે. કહ્યું છે કે- ઉત્તમને પ્રણામવડે વશ કરે, શુરવીરને ભેદવડે વશ કરે, નીચને કાંઈક આપીને વશ કરવો અને સમાનને પરાક્રમવડે વશ કરે. આપને જે વાત કહેવરાવેલ છે તેની મતલબ એ છે કે-જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મારા પિતાએ લગ્ન સિદ્ધ કરીને મારૂં જાતક વર્યું હતું. તેમાં એક અવજોગ એવી જાતનો હતો કે મારા શરીરમાંથી એક પણ રૂધિરનું બિંદુ જે દેશમાં પડે તે દેશમાં બાર વર્ષને ભયંકર દુકાળ પડે. વળી મારા પિતા જ્યોતિષ શાસ્ત્રની સંકલના જાણનાર હતા, પ્રહની સંહિતાના પારગામી હતા, ત્રિકાળ જ્ઞાની હતા અને સર્વ ગણુકેમાં અગ્રેસર હતા, તેથી તેને વાર્તા કેઈ વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org