________________
મંય વિામ સંવત ૧૧૫૭ ની સાલમાં રહ્યા છે. તેઓ શ્રી સોમસુંદર ગુરૂના શિષ્ય શ્રીમંદિરત્ન ગણીના શિષ્ય હતા, એમ આ મૂળગ્રંથની પ્રશસ્તિમાં તેમજ પ્રારંભના મંગળમાં સ્પષ્ટ રીતે લખેલું છે. તે સિવાય ગ્રંથકર્તાને જન્મ, નિવાસસ્થાન અને માતપિતા વિગેરે સંબંધી કોઈ માહિતી મળી શકતી નથી, પરંતુ તેમણે ઉપદેશતરંગિણી. પેથડસુઝાંઝણુપ્રબંધ વિગેરે ગ્રંથ રચેલા હોય એમ જણાય છે.
આ ભોજરાજાના નાના મોટા પ્રબંધ અન્યદર્શનમાં અનેક વિદ્વાનો અને કાવઓએ કરેલા જોવામાં આવે છે, તે ઉપરાંત નાની મોટી કથાઓ પણ બાળ નેપાળ લોકમાં પરંપરાથી કહેવાતી ચાલી આવે છે, તે સર્વ સ્થાઓને સંગ્રહ આ પ્રબંધમાં કર્તાએ કરેલ હોય તેમ દેખાય છે, તેમજ પ્રસંગોપાત પ્રથમના ભોજરાજાની દાનશક્તિનું વર્ણન કરતાં તેની સભાના પંડિત કાળીદાસ, ભવભુતિ, માઘ, બાણુ, મયુર, અને શંકર વિગેરે કવિઓના પ્રબંધે પણ આ ગ્રંથમાં આપેલા છે. તેથી આ ગ્રંથ સુવિસ્તૃત હોવાને લીધે આનું નામ ગ્રંથકારે ભોજપ્રબંધરાજ એવું આપેલ છે. તે બાબત ગ્રંથકારે આરંભમાં લખ્યું છે કે “ શ્રી ભોજરાજાના નાના નાના ઘણા પ્રબધે મેં જોયા તથા સાંભળ્યા છે, તે સર્વના નિધાન રૂપ આ મોટો પ્રબંધરાજ હું રમું છું. ” પ્રથમના ભોજરાજા કયારે થયા ? તે આ ગ્રંથમાં લખેલું નથી, પરંતુ એ ભોજરાજાની સત્તા સંવત ૧૦૬૦ ની સાલમાં હતી. તે વિષે છઠ્ઠા અધિકારમાં પૃ ૧૬૯ માં જૈન પ્રાસાદની પ્રશસ્તિના પ્રસંગમાં લખેલું છે, અને ત્યાંથી જ આ અધિકાર તે વૃદ્ધ ભોજરાજા સંબંધી જ છે.
બીજા ભોજપ્રબંધામાં પ્રાયે કેવળ વિદ્વાનોના કાવ્યો અને તેમને આપેલા દાનનું વર્ણન છે, અને આ પ્રબંધરાજમાં તે ઉપરાંત ભાષાનાં કાવ્ય, દંતકથાઓ અને ઐતિહાસિક કથાઓ પણ છે. તેમાં પ્રથમના બે અધિકારમાં જ ઈતિહાસ વિષય પૂર્ણ થાય છે. માત્ર ભેજરાજાના અંત સમયને ઇતિહાસ છેલ્લા અધિકારમાં પૂર્ણ થાય છે. તેમાં પહેલા અધિકારમાં પ્રથમ મંગળ કરી, મનુષ્યભવની દુર્લભતા બતાવી, ધર્મના દાનાદિક ચાર ભેદ, દાનના ભેદ તથા આ ગ્રંથને દાનધર્મમાં સમાવેશ સિદ્ધ કરી બતાવ્યો છે. પછી કથાનો પ્રારંભ કરતાં પ્રથમ પરમાર વંશની ઉત્પત્તિ પુરાણુશાસ્ત્રને અનુસરી સંક્ષિપ્તથી કહી છે. પછી તે પરમાર વંશમાં શ્રી ઉયિની નગરીમાં શ્રીહર્ષ નામે રાજા
૨ છાપેલા મૂળ ગ્રંથની પ્રશસ્તિમાં મુનિમૂત્રમૂરિરામૃત એવા અક્ષરે લખ્યા છે, છતાં મૂળગ્રંથ સંશોધકે મર્યાસ્ત માં તેમજ પ્રસ્તાવનામાં ૧૫૧૭ ની સાલ આંકડાથી લખી છે રખલા જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org