________________
प्रस्तावना.
આ વિશ્વમાં ઘણી જાતના મનુષ્ય છે. તે સર્વેમાં મનુષ્યત્વ તે સમાન અને એક જ પ્રકારનું જણાય છે, કારણકે માધ્યસ્થ ભાવે સદ્ધર્મનું સેવન કરવાથી મહા દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ આર્યક્ષેત્રમાં જન્મ થવો દુર્લભ છે. જેઓ આર્યક્ષેત્રમાં જન્મે છે, તેમનામાં જ શાસ્ત્ર પ્રદર્શિત માર્ગાનુસારીઓના ગુણ હોય છે, તેમાં પણ ઉત્તમ કુળમાં જન્મ થો મુશ્કેલ છે. પ્રાયે ઉત્તમ કુળમાં જન્મેલામાં જ ઉત્તરોત્તર સદ્દગુણો વૃદ્ધિ પામે છે. પછી શ્રદ્ધાદિકના હેતુથી તેમજ સદ્ધર્મના શ્રવણથી સમ્યકત્વદિક શ્રેષ્ઠ તત્વની પ્રાપ્તિ થાય છે. ભિન્ન ભિન્ન અનેક ધર્મમાર્ગો આ દુનિયામાં શ્રવણ પંથમાં આવે છે, પરંતુ સ્વર્ગ, મૃત્યુ, અને પાતાળરૂપ ત્રિભુવનમાં રહેલા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીરૂપ ચાર ગતિના જીવોનું તેમજ તેમના અંતર્ગત સ્થાવરાદિક કાનું તથા અવશિષ્ટ અછવાદિનું યથાર્થ સ્વરૂપ બતાવનાર તથા શ્રેયસાધક સત્ય ધર્મમાર્ગની પ્રરૂપણાદિક કરનાર એક જૈન ધર્મ જ સામ્રાજ્ય ભોગવે છે. આ જૈનધર્મના દાન, શીળ, તપ અને ભાવ એ ચાર મુખ્ય અંગ છે. તેમાં શીળ, તપ અને ભાવના એ ત્રણની આરાધના કરવામાં અમુક અમુક અંશે જ્ઞાન, ગુણ, શકિત, શારીરિક અને માનસિક બળ વગેરેની જેટલી અપેક્ષા છે તેટલી દાનધર્મમાં નથી; કારણકે દાનધર્મ તે સર્વ કોઈ પિોતપોતાના વૈભવને અનુસાર કરી શકે છે. અને નિર્ધન પણ અભયદાનાદિક કરી શકે છે, તેથી દાનધર્મ સર્વને સાધારણ છે. વળી દાનધર્મ પણ બીજા ત્રણ ધર્મની જેમ મોક્ષ પર્યતનું સુખ આપે છે, એટલું જ નહીં પણ ત્રણ ધર્મથી તો એક કર્તાને જ તેનું ફળ મળે છે અને દાનધર્મમાં તો દાતા અને ગૃહીતા બનેને તેનું ફળ પ્રાપ્ત થાય છે. આવાં કારણોથી દાનધર્મને ચારેમાં પ્રથમ ગણુવ્યો છે. આ દાનધર્મના મુખ્ય પાંચ પ્રકાર છે–અભયદાન ૧, સુપાત્રદાન ૨, અનુકંપાદાન ૩, ઉચિતદાન ક, અને કીર્તિદાન છે. તેમાં પ્રથમના બે દાનનું મુખ્ય ફળ મેસજ છે અને બાકીનાં ત્રણ દાનો ભોગાદિક આપનારાં છે. તેમાં આ પ્રબંધમાં વિસ્તારથી બતાવેલા દાનને ઉચિત અને કીર્તિદાનમાં સમાવેશ થાય છે. આ ગ્રંથના ઉત્થાનનું આ કારણું છે, તેથી જ આ પ્રબંધ ધર્મકથાનુગમાં ગણી શકાય છે.
આ ધર્મકથાનુયોગના કર્તા શ્રીરત્નમંદિર ' નામને ગણિ છે. તેમણે આ
૧ મૂળ ગ્રંથમાં દરેક અધિકારને અંતે કર્તાએ પિતાનું નામ સ્પષ્ટ જણાવ્યું છે; છતાં મ૦ નં૦ દિવેદીના ભાષાંતરની પ્રસ્તાવનામાં ગ્રંથકર્તાનું નામ ગ્રંથમાં નહીં મળવાનું લખે છે કે પ્રાંતિ દોષ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org