________________
(૧૧૬)
ભોજપ્રબંધ ભાષાંતર. શરીર ઉપર ઘણું લાદી નંખાણી હતી અર્થાત ભાર ઘણે હતું, તેથી બરાબર નિદ્રા આવી નથી.” આવો ઉત્તર સાંભળી રાજા મનમાં ખેદ પામ્યો. પછી રાજાએ મહા પ્રયત્ન તે પંડિતને જવાની રજા આપી અને રાજા પોતે તેને નગરની બહાર ઉપવનસુધી વળાવવા ગયે. તેને પંડિતે વિનંતિ કરી કે--કઈ વખત મારે ઘેર આવવાની કૃપા કરી મારી સંભાળ લેજે.” એમ કહી પંડિત પિતાના નગર તરફ ગયે.
ત્યારપછી બીજે વરસે ભેજરાજા તે માઘકવિના વૈભવની લીલાને વિલાસ જેવાના કોકથી શ્રી બાલપુરે ગયે. માઘ પંડિત તેની સન્મુખ ગયો અને ઉચિત ભકિતવડે તેને અત્યંત વશ કરી સૈન્ય સહિત તેમને પોતાની અધશાળામાં ઉતારો આપે. પછી પિતાના મહેલમાં પ્રવેશ કરાવતાં તેમાં કાચથી બાંધેલી ચાલવાની ભૂમિ જોઈ ભેજરાજ આશ્ચર્ય પામ્ય, ભરત મણિથી બાંધેલી મધ્ય ભૂમિને જોઈ શેવાળવાળા જળની ભ્રાંતિ થવાથી ભેજરાજ વસ્ ઉચા લેવા લાગ્યો. તે વખતે પ્રતિહારે “આ તો મરક્ત મણિની બાંધેલી પૃથ્વી છે, એમ કહી રાજાને સંશય દૂર કર્યો. પછી સુવણની બાંધેલી સ્નાનભૂમિમાં સ્નાન કરી દેવપૂજા વિગેરે કાર્ય કરી
ભાજનને માટે મેટા સુંદર આસન પર બેઠો. પછી માત્ર એક મણિના કળામાં જ તે રાજાને થોડીક ખીર પીરસી. તે ખીર આ રીતે બનાવેલી હતી:-પાંચસે ગાયને દહી તેનું દુધ અઢીસે ગાયોને પાયું, તે અઢીસો ગાયને દોહી તેનું દુધ સવાસે ગાયોને પાયું. એ રીતેઅધ અધિી ગાયને દુધપાઈ છેવટચાર ગાયો સુધી પાયું.એ ચાર ગાયને દેહી તેનું દુધ ઉકાળી તેમાં ઉત્તમ જાતિના થોડા ચેખા નાંખી તથા સાકર અને બીજી ચાર સુગંધી વસ્તુઓ નાંખી તે ખીર તૈયાર કરવામાં આવી હતી. આવી ખીર જરાક જ પીરસેલી જોઈ ભેજરાજાએ વિચાર્યું કે આજે તે ભુખે ભરવાનું આવ્યું.” એમ વિચારી તે ખીર તેણે ખાધી. તરતજ અમૃતની જેમ તેટલા અલ્પ ભેજનથી પણ તે દેવની જેમ અત્યંત તૃપ્ત થઈ ગયો, અને પોતાને ઘેર થતા ભેજનને તેણે કુત્સિત અશાન જ માન્યું. ત્યારપછી બાકીનો દિવસ તથા રાત્રીને પહેલા પ્રહર નહીં સાંભળેલા કાવ્ય પ્રબંધ અને નહીં જોયેલા નાટકાદિકના વિનોદથી નિગમન કર્યો, પછી અંદરથી પાલા હેવાથી જેમાં ખેરના અંગાર ભરેલા એવા તાંબાના સ્તંભ ઉપર ગોઠવેલા તેમજ બારીક વસ્ત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org