________________
અધિકાર ૪ થે.
(૧૧૭) ઢાંકેલા પર્યક ઉપર ભોજરાજાને સુવાડવામાં આવ્યા. તેના તાપથી શિયાળાની ઋતુ છતાં પણ તરતજ ઉનાળાની સખત ગરમીનો તેને અનુભવ થયે તેથી તેણે માત્ર એક ઝીણું વસ્રજ એટયું, તે વખતે જળ છાંટેલા વીંઝણા હાથમાં રાખી ચોતરફ ઉભેલા સેવકે તેને મંદ મંદ પવન નાંખવા લાગ્યા. તેના શરીર પર સુગંધી શીતળ ચંદનનું વિલેપન કર્યું અને શિયામાં સુગંધી પુષ્પોને સમૂહ પાથરવામાં આવ્યો. આવા સાધનવાળી શિયામાં સુવાથી સુખનિદ્રાવડે તે રાત્રીને ક્ષણની જેમ રાજાએ નિર્ગમન કરી. પ્રાત:કાળે શંખનો શબ્દ સાંભળી ભેજરાજા જાગૃત થયા. પછી પંડિતને પૂછવાથી તેણે શવ્યાની અંદરની ગોઠવણ સંબંધી સર્વ વૃત્તાંત જાયે. આ રીતે ભજન અને શયન વિગેરેથી દદયમાં આનંદ પામેલા રાજાએ ઘણા દિવસો ત્યાં રહીને પછી પોતાને દેશ જવા માટે પંડિતની રજા માગી, અને પોતે ને ભેજસ્વામીપ્રાસાદ કરાવવા માંડ્યો હતો તેનું પુણ્ય પંડિતને આપી રાજા પિતાના માલવા દેશમાં ગયે.
અહીં માઘ પંડિત દાન અને ભોગની લીલાના વિલાસ કરવામાં લક્ષ્મીનો વ્યય કરતો મહા સુખ મેળવવા લાગ્યો. છેવટે પૂર્વપુષ્યને નાશ થવાથી તેનું સર્વ ધન ક્ષીણ થયું. વિપત્તિ આવવાથી તે પોતાના દેશમાં રહી શકે નહીં; તેથી સ્ત્રી સહિત પરદેશમાં જઈ તેણે ધારાનગરીમાં નિવાસ કર્યો. પછી “આ પુસ્તકરૂપી ઘરેણું ભેજરાજાને આપી તેની પાસેથી કાંઈક દ્રવ્ય લાવવું.” એમ કહી પોતાની પત્નીને રાજા પાસે મેકલી અને પોતે તેની આશાથી ચિરકાળ સુધી રાહ જોતો રહ્યો. અહીં પંડિતની સ્ત્રી રાજા પાસે ગઈ. તેને તેવી અવસ્થામાં જોઈ રાજા મનમાં ઘણે ખેદ પામે. તરતજ તેણીના હાથમાંથી તે પુસ્તક લઇ તેમાં સળી મૂકી જે પાનું આવ્યું તે ઉઘાડી જોયું, તો તેમાં આવા અથવાળે કલેક હત–“પોયણાનું વન લક્ષ્મી રહિત થાય છે ને કેચ પામે છે, અને કમળનું વન લક્ષ્મી સહિત થાય છે-
વિસ્વર થાય છે, ઘુવડ હર્ષનો ત્યાગ કરે છે અને ચકવાક પ્રીતિમાન થાય છે. સૂર્ય ઉદય પામે છે અને ચંદ્ર અસ્ત પામે છે. અહે! દુષ્ટ વિધાતાના વિલાસનો વિપાક વિચિત્ર છે. '' આ પ્રમાણે કાવ્યનો અર્થ જાણી રાજાએ વિચાર્યું કે-“આ આખા ગ્રંથનું તે શું કહેવું ? પરંતુ માત્ર આ એક જ કાવ્યનું મૂલ્ય આખી પૃથ્વી ગણીએ તે પણ તે અલ્પ છે.” એમ વિચારી લેકમાં સમયને ઉચિત દર શબ્દ જે તેનાજ ઈનામ-મૂલ્ય તરીકે રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org