SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર જ છે. (૧૧૫) આ અવસરે શ્રીમાળ નામના નગરમાં કુમુદનામે મહાધનાહત્ય પંડિત રહેતો હતો, તેને માઘ નામનો પુત્ર થશે. કુમુદે તે પુત્રનું જોશી પાસે જાતકર્મ (જન્માક્ષર) કરાવી તેનું ભાગ્ય પૂછ્યું, ત્યારે જોશીએ કહ્યું કે- આ પુત્ર પ્રથમ ઘણું ઉદયવાળો થશે, પછી છેવટ ભવરહિત થઈ સુવાવડે પીડિત થઈ પગમાં કાંઇક સેજાને વિકાર થઈને તે મરણ પામશે.” આ પ્રમાણે જોશીએ કહ્યું ત્યારે પોતાના વિભવવડે તે ગ્રહના ફળને વ્યર્થ કરવા ઈચ્છતા માઘના પિતાએ વિચાર્યું કે મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ સે વર્ષનું હોય છે, તેના છત્રીસ હજાર દિવસે થાય.” એમ વિચારી ન કેશ કરાવી તેમાં ધનથી ભરેલા છત્રીસ હજાર સુવર્ણકળશ મૂક્યા, તથા બીજી ઘણું સંપત્તિ પુત્રને આપી કુળને ઉચિત શીખામણ દઈ પિતાના આત્માને કૃતાર્થ માની તે કુમુદ પંડિત મરણ પામે. ત્યારપછી ઉત્તરદિશાના સ્વામી કુબેરની જેમ મેટી સમૃદ્ધિવાળો તે માઘ વિદ્વાનને ઈચ્છિત લક્ષ્મી બાપ, દાન અને સન્માનવડે અથના સમૂહને કૃતાર્થ કરતે, અનેક પ્રકારના ભેગની રચનાવડે પોતાના મનુષ્યપણુને ઇંદ્ર સમાન દેખાડતો તથા શિશુપાલવધ નામનું મહાકાવ્ય રચી વિદ્વાન જનોના મનને ચમત્કાર પમાડતો સુખે રહેવા લાગ્યો. તેની ઊંચા પ્રકારની વિદ્વત્તા તથા પુણ્યવત્તા ભેજરાજાએ સાંભળી, તેથી તેને મળવાની ઉત્કંઠા થવાને લઈને શ્રીમાળનગરમાં પિતાના માણસે મેકલી શિયાળાની ઋતુમાં તેમાઘ પંડિતને બહુમાનપૂર્વક ધારાનગરીમાં બેલા. ત્યાં દેવપૂજાદિક પ્રાત:કૃત્ય કરી મધ્યાહુ વખતે ભેજનસમયે વિશાળ સુવણના થાળ અને રત્નના કાળા માંડી તેમાં જુદા જુદા દેશના ફળ મેવા વિગેરે તથા દાળ, ભાત, મિષ્ટાન્ન વિગેરે રસવતી પીરસી માઘપંડિતને અત્યંત આદરથી કંઠપયત ભોજન કરાવ્યું. પછી ભેજરાજાએ તેને પૂછયું કે –“સુખેથી ભોજન કર્યું ?” પંડિતે જવાબ આપ્યો કે-અતિ કુત્સિત અશનનું ભજન કરવાથી પેટમાં અસુખ થાય છે.” એમ જવાબ દઈ બાકીને દિવસ તથા રાત્રીને પહેલે પ્રહર વિવિધ પ્રકારના વિનાદવડે રાજાને રંજન કરી નિર્ગમન કર્યો. ત્યારપછી રાજાએ પંડિતની રાત્રી સુખે નિગમન કરાવવા માટે વિશેષ કરીને શયનમાં સુખ ઉપજાવવાના હેતુથી પિતાના જ પર્યકમાં સુવાડ્યો અને ટાદનું રક્ષણ કરવા માટે પોતાને જ શાલ ઓઢવા આપે. પ્રાત:કાળે રાજાએ તેને સુખનિદ્રાને પ્રશ્ન કર્યો ત્યારે પંડિતે કહ્યું કે- “મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy