________________
૧૮] મારતીય વિદ્યા
[वर्ष ३ ૨, રાણકદેવીના દૂહા (સં. ૧૨૯૦ પહેલાં)
બીજે એટલે જ અગત્યનો ઉલ્લેખ, સિંધી જૈન ગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થયેલ “પુરાતન પ્રબન્ધસંગ્રહમાંથી મળે છે. જુદી જુદી હસ્તલિખિત પોથીઓ ઉપરથી સંકલિત કરવામાં આવેલા આ પ્રબન્ધસંગ્રહમાં, પૃ. ૩૪ ઉપર P સ સોનવા િા એ શીર્ષક નીચે, ()જ્ઞ નીળદુધવતો સનેન તે તબ્રિજા સોની નાર્ એટલી પ્રસ્તાવના સહિત અગીઆર પ્રાચીન ગુજરાતી દૂહાઓ છે. “પ્રબંધચિન્તામણિ”માં જૂનાગઢનો રાજા નવઘણ મરણ પામતાં તેની શકાકુલ રાષ્ટ્રના મુખમાં જે દૂહાઓ મૂકવામાં આવ્યા છે તેમાંના કેટલાક એમાં છે. જનસમાજમાં તેમ લોકસાહિત્યમાં એ દૂહાઓ આજે પણ – અલબત અર્વાચીન ભાષામાં–“રાણકદેવીના દૂહા' તરીકે પ્રસિદ્ધ છે.
પુરાતન પ્રબન્ધસંગ્રહમાં પૃ. ૩૫ ઉપર ૧૦મા પદ્ય તરીકે જે દૂહે છપાયો છે તેમાં “ગુજરાત’નો પ્રયોગ છે
वलि गुरूआ गिरनार, दीहू नीझरणे झरइ ।
बापुडली गुजरात पाणीहइ पहुरउ पडइ ॥ આ જ દૂહાન આશય અત્યારે જનસમાજમાં પ્રચલિત રાણકદેવીના દુહામાં કંઈક પ્રકારાન્તરે મળે છે. જુઓ –
સરવો સોરઠ દેશ, જ્યાં સાવજડાં સેજળ પીએ;
માસ પાટણ દેશ, જ્યાં પાણી વિના પોરા મરે. ઉપર્યુક્ત પુરાતન પ્રબન્ધસંગ્રહ”માંના પ્રબન્ધ જુદી જુદી પાંચ હાથપ્રતોમાંથી મળતા વ્યવસ્થિત એકીકરણ છે. એમાંની ? સંજ્ઞક હાથપ્રતને અંતિમ પૃષ્ઠ ઉપર, આગળ જણાવેલા દૂહાઓ, કુમારપાલ રાજ્યપ્રાપ્તિપ્રબન્ધ તથા બીજું એક દૃષ્ટાન્ત લખેલું છે. એ જ પૃષ્ઠ ઉપર મૂળ ગ્રન્થકારનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે
सिरिवस्तुपालनंदणमंतीसरजयतसिंहभणणत्थं । नागिंदगच्छमंडणउदयप्पहसूरिसीसेणं ॥ जिणभद्देण य विक्कमकालाउ नवइ अहियबारसए ।
नाणाकहाणपहाणा एस पबंधावली रईआ॥ અર્થાત શ્રીવસ્તુપાલના પુત્ર જયંતસિહના પઠન અર્થે નાગેન્દ્ર ગચ્છના ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્દે સં ૧૨૯૦માં વિવિધ કથાનકપ્રધાન આ પ્રબન્ધાવલીની રચના કરી. જો કે એ કૃતિમાં સં. ૧૨૯૦ પછી બનેલી ઘટનાઓનું જેમાં વર્ણન આવે છે એવા કેટલાક પ્રબન્ધો પાછળથી કોઈએ દાખલ કરી દીધા છે; પરન્તુ એ સિવાયનો બાકીનો ભાગ જિનભદ્રની કૃતિ માનવામાં કોઈ પણ બાધ નથી, એમ સંપાદક મુનિશ્રી જિનવિજયજીનો મત છે.
ટૂંકમાં, Pસ સોનવાાનિ એ શીર્ષક નીચેના પ્રાચીન ગુજરાતી દૂહાઓ સં. ૧૨૯૦માં જિનભદ્ર કરેલી સંકલનાનો જ એક ભાગ છે. મારા માનવા મુજબ, એ દૂહાઓનો સમય વાસ્તવિક રીતે તે સં. ૧૨૯૦ પૂર્વનો ગણવો જોઈએ. મેરૂતુંગાચાર્ય
૮ અહીં ગુજરાત સીલિંગમાં છે. આ વિષયની વધુ ચર્ચા માટે આગળ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org